એસીબી એ કરી સફળ ટ્રેપ
ફરીયાદી : એક જાગૃત નાગરીક
આરોપી: માનાભાઇ મોતીભાઇ ડામોર ઉ.વ. ૫૮ નિવૃત હોમગાર્ડ કમાન્ડીંગ ઓફીસર રહે. ભુરીના મુવાડા
ફળીયુ,ડીટવાસ તા- કડાણા જી- મહીસાગર
લાંચની માંગણીની રકમ:રૂ.૬,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ: રૂ.૬,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:રૂ.૬,૦૦૦/-
ટ્રેપની તારીખ: તા.૪/૧૧/૨૦૨૪
ટ્રેપનું સ્થળ:મોજે ભુરીના મુવાડા ફળીયુ,ડીટવાસ, તા- કડાણા, જી-મહીસાગર આરોપીના ઘરમા
ટુંક વિગત:
આ કામના આરોપી કે જેઓ અગાઉ બે વર્ષ પહેલા હોમગાર્ડ કમાન્ડીંગ ઓફીસરના હોદ્દા ઉપરથી નિવૃત થયેલ હોય અને હાલમા તેઓના પુત્ર હોમગાર્ડ કમાન્ડીંગ ઓફીસર તરીકે ફરજ બજાવતા હોય અને પોતે હોદ્દા ઉપર ન હોવા છતા મનસ્વીપણે હોમગાર્ડની નોકરીની વહેચણી કરવી,નોકરીના સ્થળે હાજર છે કે કેમ તેની ચકાસણી કરવી, હોમગાર્ડના માનદવેતનના ભથ્થાનુ બીલ બનાવવાની કામગીરી તેમજ ફરિયાદીને નોકરીનો નજીકનો પોઇન્ટ આપવાની અને તેઓને નોકરીમા હેરાન પરેશાન નહી કરવા સારૂ આ કામના આરોપીએ ફરીયાદી પાસેરૂ.૬૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ,ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદઆધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આકામના આરોપીએફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૬,૦૦૦/-નીલાંચની માંગણી કરી લાંચના નાણાં પંચ-૧ ની હાજરીમા સ્વીકારી સ્થળ ઉપરપકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપ કરનાર અધિકારી:
શ્રી એમ.એમ.તેજોત,પો.ઈન્સ.
મહીસાગરએ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી:
શ્રી બી.એમ.પટેલ
મદદનીશ નિયામક, એ.સી.બી. પંચમહાલ
એકમ ગોધરા