ખેડબ્રહ્મા વિજયનગર ક.ક.પા સતપંથ સમાજ ઘ્વારા આવેદન આપવામાં આવ્યું
અમદાવાદ ના પીરાણા ખાતે આવેલ સમાધિની તોડફોડ કરવામાં આવેલ જેના વિરોધમાં આવેદન આપવામાં આવ્યું હતું
આવેદન આપતા સમાજ ના આગેવાન
અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકામાં તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણા આવેલ છે જે વૈદિક પરંપરાની જગ્યા છે જેમાં નાના-મોટા અનેક મંદિરો, સમાધિ મંદિર તેમજ દેવી દેવતાઓની મૂર્તિઓ આવેલ છે જ્યાં ૬૦૦ વર્ષથી પ્રચલિત અખંડ જ્યોત આવેલ છે. જેમાં હિન્દુ ધર્મના તેમજ દરેક સમાજના લોકો દર્શનાર્થે આવે છે અને પૂર્ણ ભાવથી આસ્થા ધરાવે છે . જેમાં ગત 8 મેં ના રોજ પરિસરમા અસામાજીક તત્વોનું મોટું ટોળું ઘૂસી આવેલ અને સદગુરુ હંસતેજજી મહારાજની મૂર્તિ તેમજ અન્ય સમાધીને તોડફોડ કરી હતી
આ સમયે ઉપસ્થિત લોકો પ્રતિકાર કરવા ગયેલ પરંતુ સામે પક્ષેથી પથ્થરમારો થતા ઇજાઓ થઈ હતી તે દરમિયાન સ્થાનિક પોલીસે નિર્દોષ યાત્રીઓ અને ટ્રસ્ટનાં કેટલાક કર્મચારીઓની ખોટી રીતે ધરપકડ કરેલ છે. આ તમામ ઘટનાને સનાતન સતપંથ તેમજ હિંદુ સમાજ વખોડી કાઢીએ છીએ. આવી ઘટનાઓ વારંવાર ન બને અને વિરોધ દર્શાવવા આવેદનપત્ર આપી ન્યાયના હિતમાં યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી હતી