અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ, ખેડબ્રહ્માની 37મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ
આજરોજ તા.26.10.2024ને શનિવારના રોજ સવારે 9.30 કલાકે અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ, ખેડબ્રહ્માની 37મી વાર્ષિક સામાન્ય સભામાં ટ્રસ્ટના કાર્યાધ્યક્ષશ્રી જશુભાઈ જગુભાઈ પટેલ, ઉપાધ્યક્ષશ્રી રાજાભાઈ ખેતાભાઈ પટેલ, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જેઠાભાઈ પટેલ, મંત્રીશ્રી હરિહર પાઠક, સહમંત્રીશ્રી એન. ડી. પટેલ તથા કારોબારી સભ્યશ્રીઓ, સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ તથા આજીવન સભ્યશ્રીઓ હાજર રહી ટ્રસ્ટના સામાન્ય સભાના એજન્ડા મુજબ કાર્યવાહી કરવામાં આવી. મિટિંગનું સફળ સંચાલન ટ્રસ્ટના મંત્રીશ્રી હરિહર પાઠકે કર્યું. આભારદર્શન ટ્રસ્ટના કાર્યાધ્યક્ષશ્રી જશુભાઈ પટેલે કર્યું. ત્યાર પછી ટ્રસ્ટ પરિવાર તથા કોલેજ પરિવાર સાથે સમૂહ ભોજન લઇ સૌ પરિવારના સભ્યોએ મિટિંગ પુરી જાહેર કરી.
Author: Najar News
Post Views: 45