અ. ધ. ધ. ધ…..ઓમશ્રી હરિધામ આશ્રમ, લક્ષ્મીપુરા કંપા દ્વારા શેઠ એન. એલ. હાઈસ્કૂલને રૂપિયા 5,11,000 નું દાન.

ઓમશ્રી હરિધામ આશ્રમ, લક્ષ્મીપુરા કંપા દ્વારા શેઠ એન. એલ. હાઈસ્કૂલને રૂપિયા 5,11,000 નું દાન

બ્રહ્મલીન સંત શિરોમણી ગુરુદેવ શ્રી કાનજીબાપાની અગિયારમી પુણ્યતિથિ ઓમ શ્રી હરિધામ આશ્રમ લક્ષ્મીપુરા કંપા મુકામે યોજાયેલ. સ્વાગત અભિવાદન મોડાસાથી પધારેલ  રમેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. જેમાં સંતશ્રી છગનદાસ મહારાજ અને યજ્ઞાચાર્ય શાંતિ ભગતે સત્સંગની અમૂલ્ય સરવાણી વરસાવી હતી. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વારીયજ્ઞ પૂજા મુખી મહારાજશ્રી છબીલદાસ દ્વારા કરવામાં આવેલ. સમગ્ર ભારત ભારતભરમાંથી મોટી સંખ્યામાં ગુરુદેવના શિષ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌથી વધુ અનુષ્ઠાન કરેલ ત્રણ બહેનોને ચીમનમુખી નહેરુ પુરાકંપા દ્વારા ગુરુજીના પ્રતિક સાથેના ચાંદીના સિક્કાથી સન્માન કરવામાં આવ્યું હતું.

   ત્યારબાદ શેઠ એન. એલ. હાઈસ્કૂલ, લક્ષ્મીપુરા પ્રવેશ દ્વાર માટે ગુરુદેવના શિષ્ય મંડળ પરિવાર દ્વારા ₹.5,11,000 સંતશ્રી કાનજીબાપા પ્રવેશદ્વાર નામાભિધાન માટે આપવામાં આવ્યા હતા.

જેનો શાળાના મંત્રીશ્રી ફલજીભાઈ પટેલ, શ્રી હરિભાઈ સાહેબ, શ્રી ડાયાભાઈ પ્રજાપતિ અને શ્રી હરિભાઈ પટેલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જ્યોતિ હાઈસ્કૂલના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ, પ્રમુખશ્રી ઈશ્વરભાઈ પટેલ, ગાંધીનગરથી છગનભાઈ પોકાર, કચ્છ અને રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન મુંબઈ સ્થિત અને આશ્રમના મંત્રીશ્રી નરોત્તમભાઈ પોકાર દ્વારા ભોજન દાતાશ્રી શાંતિલાલ મોહનપુરા કંપા, વિશ્રામભાઇ ચૌધરી રવિપુરા કંપા અને વજેપુરા કંપા શિષ્ય મંડળનો ખાસ આભાર માનવામાં આવેલ.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score