આક્ષેપ ……ખેડબ્રહ્મા જનતા બેન્કની ભૂલ ના કરણે ગ્રાહકને 1,59,69,290/- ઇન્કમટેક્ષની નોટિસ ફટકારી
ખેડબ્રહ્મા
ખેડબ્રહ્માના મહિલા સિનિયર સીટીઝન ધ્વારા બેન્કને કેવાયસી માટે આધાર કાર્ડ અને પાનકાર્ડ આપેલ હતા જે બેન્કની ભૂલના કારણે અન્ય કોઈના ખાતા સાથે લિન્ક કરવામાં આવતા મહિલાને ઇન્કમટેક્સ વિભાગ ધ્વારા મહિલાને 1.59.69290 રૂપિયા ટેક્સના ભરવા માટે નોટિસ આપતા મહિલા હેબતઈ ગયા હતા
ખેડબ્રહ્માના સિનિયર સિટીજન મહિલા ત્રિવેદી કુંદનબેન કિરણભાઈ ત્રિવેદી, ગણેશ સોસાયાટી ખાતે રહે છે. અને ખેડબ્રહ્માની જનતા સહકારી બેન્ક લી, પુણેમાં બેંક ખાતા નં.-390007608 થી સીંગલ બચત ખાતુ અને બેંક ખાતા નં. 03900011780 થી જોઈન્ટ બચત ખાતુ ધરાવીએ છીએ. આશરે બે વર્ષ અગાઉ બંને બચત ખાતામાં ઈ-કે.વાય.સી. કરવા માટે બેંકે અરજદાર પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ માંગેલ હતા. ત્યારબાદ અરજદારે આધારકાર્ડ અને પાનકાર્ડની ઝેરોક્ષ કોપી બેંકમાં આપેલ હતી
ત્યારબાદ કુંદનબેનને ઈકમટેક્સ કચેરી ઘ્વારા તા ૦૭ માર્ચ 2023 અને તા.૨૨ માર્ચ 2023ના રોજ ટેક્સની ૨૬મ રૂ. 15969290 ની ભરપાઈ ક૨વાની નોટીસ આપેલ હતી જેથી કુદનબેન ગભરાઈ ગયેલ અને આટલી મોટી ૨કમ ભરપાઈ ક૨વાની નોટીસ આવતા કુંદનબેને ઇન્કમટેક્સના વડીલને મળી તપાસ કરતાં જનતા સહકારી બેન્ક લી પુણેના જવાબદાર કર્મચારીની બેદરકારી ભુલના કા૨ણે બેંકના અન્ય ખાતેદાર વિશાલ જુન્નાર સહકારી પથપેઢીના બેંક અકાઉન્ટ સાથે કુંદનબેનનું પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરી દીધેલ હતુ.
જેથી કુંદનબેન ધ્વારા બેન્કમાં જઇ આ બાબતે જાણ ક૨તા બેન્કના જવાબદાર વ્યકિતએ કુંદનબેનને આશ્વશન આપેલ અને કહેલ કે આવી મોટી ભુલ અમારી બેંકના કારણે થયેલ છે. જે ભુલ અમો દિન-૧૦ માં સુધારો કરાવી દઈશું અને હવે પછી તમોને ઇન્કમટેક્સ ઘ્વારા કોઈ નોટીસ આવશે નહીં જેથી બેંકના જવાબદાર અધિકારીની વાત પર વિશ્વાસ રાખેલ પણ
ત્યારબાદ ફરીથી કુંદનબેનને 18 ડિસેમ્બર 2024ના રોજ ટેક્સની ૨૬મ રૂ. 15969290 ની 20 % રકમ ભરપાઈ ક૨વીની નોટીસ આપવામાં આવતા કુંદનબેન બેંકમાં આવી રૂબરૂમાં
વિનંતી કરવા છતા બેન્ક કર્મચારીએ આવી વાહિયાત વાતો માટે મારી પાસે સમય નથી અને બેંકમાંથી જતા રહો તેમ કહી હડધુત કરી કાઢી મુકેલ હતા. જેથી કુંદનબેનની આવા વર્તનથી ખુબજ આઘાત લાગેલ હતો અને આટલી મોટી રકમ ભરપાઈ કરવાની આવે તો તેમનો પરીવાર ૨ઝડી પડે તેમ હોય લેખીત અરજી બેન્કને આપવા જતાં બેન્કે તે લેવાની પણ ના પડી દિધી હતી
આ અંગે બેન્ક મેનેજરે ટેલિફોનિક વાતમાં જણાવેલ કે અમો તેમની અરજી લેવા લઈ લેશું અને તેમને સત્વરે નિકાલ કરી આપઈશુ