ગાંધીનગરના મોટા ચીલોડા ખાતે ગેસ્ટ હાઉસના વેપારના નામે ચાલતા દેહવેપારનો પર્દાફાશ થયો છે.
તુલસી ગેસ્ટ હાઉસની આડમાં પશ્ચિમ બંગાળથી રૂપલલનાને બોલાવી ચલાવવામાં આવતા ગોરખધંધાનો ચીલોડા પોલીસે પર્દાફાશ કરી માલિક સહિત 3 વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગરના પોલીસને બાતમી મળી હતી કે અશ્વમેઘ કોમ્પલેક્ષમાં તુલસી ગેસ્ટ હાઉસમાં બહારથી રૂપલલના બોલાવીને દેહ વિક્રયનો વેપાર ચલાવવામાં આવી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે એક ડમી કસ્ટમરને ગેસ્ટ હાઉસમાં મોકલી આપ્યો હતો. જ્યાં ડમી કસ્ટમર નક્કી થયા મુજબ એક રૂમમાં ગયો હતો. જ્યાં એક રૂપલલના સાથે ઔપચારિક વાતચીત કર્યા પછી ડમી કસ્ટમરે પોલીસ ને લીલીઝંડી આપતાં જ પોલીસે ગેસ્ટહાઉસમાં રેડ પાડી હતી. ત્યારબાદ રૂપલલનાની પુછતાછ કરતા પોતે પશ્ચિમ બંગાળથી એક દોઢ મહિના પહેલા આવી હોવાની કબૂલાત કરી હતી. જેની પાસે 500થી 1200 રૂપિયામાં દેહવેપાર કરવામાં આવતો હતો. જેનાં પગલે પોલીસે ગેસ્ટહાઉસના માલિક માનસિંઘ ભંવરસિઘ આસોલીયા મૂળ રહેવાસી રત્નાવાડા, ડુંગરપુર સાથે જીતેન્દ્ર રામદાસ વૈરાગી મૂળ રહેવાસી નિહાલપુર પોસ્ટ, પુંજપુર, ડુંગરપુર હાલ રહેવાસી તુલસી, ગેસ્ટહાઉસ તેમજ હેમેન્દ્ર હમીરસિંહ રાવ મૂળ રહેવાસી રતનાવાડા થાના દોવડા, ડુંગરપુર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
.