આ આરોપી 100000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા

એ.સી.બી એ કરી  સફળ ટ્રેપ

 એક જાગૃત નાગરીક ની ફરીયાદ ના આધારે 

  આરોપી રાકેશભાઇ સુરેન્દ્વભાઇ પરીખ (પ્રજાજન) ધંધો : ડેકોરેશન ઉં.વ. ૫૧ રહે- ઓલ્ડ ઘનશ્યામ ભુવન સિંધી માર્કેટની પાછળ, મણીનગર, અમદાવાદ. 

 ટ્રેપની તારીખ*:- ૨૫/૧૧/૨૦૨૪

લાંચની માંગણીની રકમ ૧,૦૦,૦૦૦/- 

લાંચની સ્વીકારેલ રકમ ૧,૦૦,૦૦૦/-

 લાંચની રીકવર કરેલ રકમ ૧,૦૦,૦૦૦/- 

ટ્રેપનુ સ્થળ

મોજે નાથાલાલ ઝઘડીયા બ્રીજ નીચે, લકી હોટલ આગળ, જાહેર રોડ ઉપર, મણીનગર, અમદાવાદ

 આ ફરિયાદ ની ટુંકી વિગત  

 આ કામમાં હકિક્ત એવી કે, ગઇ તા. ૨૪/૧૦/૨૦૨૪ ના રોજ ફરીયાદી તથા તેમના મિત્ર દારૂ ની બોટલ સાથે પકડાતા તેઓની વિરૂધ્ધમાં ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ જે કામે ખોખરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ ફરીયાદી તથા તેમના મિત્રને પકડીને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે સર્વેલન્સની ઓફીસમાં લઇ ગયેલ અને તેઓને માર નહી મારવા તથા તેઓનો મોબાઇલ જમા નહી લેવા તથા તાત્કાલીક જામીન આપવા આ કામના ફરીયાદી પાસે રૂ.૨,૫૦,૦૦૦/- લાંચની માંગણી કરેલ પરંતુ ફરીયાદી પાસે પૈસા ન હોવાથી ફરીયાદીએ પૈસાની વ્યવસ્થા થયેથી આપવાની ખાત્રી આપતા પોલીસે ફરીયાદી તથા ફરીયાદીના મિત્રને જામીન મુક્ત કરેલ ત્યારબાદ પોલીસ કર્મચારીઓ વતી હાલના આરોપી રાકેશભાઇ નાઓ ફરીયાદી પાસે અગાઉ નક્કી થયા મુજબ રૂ.૨,૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરતા રકઝક ના અંતે ફરીયાદી રૂ.૧,૦૦,૦૦૦/- આપવાનું નક્કી કરેલ જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજરોજ લાંચના છટકાનું આયોજન કરેલ જે લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસે રૂ.૧,૦૦,૦૦૦/- લાંચ પેટે માંગી, સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત

 

 *ટ્રેપિંગ અધિકારી:* 

 *શ્રી આર.આઇ.પરમાર,* 

પોલીસ ઇન્સપેક્ટર 

અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.

તથા એ.સી.બી. ટીમ  

સુપર વિઝન અધિકારી* : 

 *શ્રી કે.બી. ચુડાસમા,* 

મદદનિશ નિયામક, 

એ.સી.બી. અમદાવાદ એકમ, 

અમદાવાદ.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score