*એ.સી.બીની સફળ ડીકોય*
– એક જાગૃત નાગરીક ની ફરીયાદ ના આધારે
આ કામ ના આરોપી
(૧) દશરથભાઈ રામલાલ પટણી, હોદ્દો- હેડ.કોન્સ. ,”એમ” ટ્રાફીક ડિવિઝન પો.સ્ટે.,અમદાવાદ શહેર
(૨ ) અશોકકુમાર ચતુરભાઈ પગી, હોદ્દો- ટી.આર.બી.,”એમ” ટ્રાફીક ડિવિઝન પો.સ્ટે. અમદાવાદ શહેર
*ડીકોયની તારીખ* : ૨૧ /૧૨ /૨૦૨૪
*લાંચની માંગણીની રકમ*: રૂ.૨૦૦/-
*લાંચની સ્વીકારેલ રકમ* : રૂ.૨૦૦/-
*લાંચની રીકવર કરેલ રકમ* : રૂ.૨૦૦/-
*ડીકોયનુ સ્થળ*: શાસ્ત્રીબ્રીજ ના છેડે, નારોલ-સરખેજ રોડ, ”એમ” ટ્રાફીક ડિવિઝન પો.સ્ટે. અમદાવાદ શહેર
*ટુંક વિગત*:
આ કામે હકીકત એવી છે કે, અમદાવાદ શહેર તથા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવતા જતા વાહનોને પોલીસ તથા હોમગાર્ડ તથા ટીઆરબીના માણસો વાહનો રોકી લાઈસન્સ, સીટબેલ્ટ, પી.યુ.સી., રોંગ સાઇડ, નો-પાર્કિંગ, ઓવર લોડીંગ વિગેરે જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી મેમો નહીં આપવા બદલ રૂ.૧૦૦/- થી રૂ.૨૦૦૦/- સુધીની લાંચની માંગણી કરતા હોય તેવી ચોક્કસ બાતમી મળેલ. જે આધારે આજરોજ ડીકોયરશ્રીનો સાથ સહકાર મેળવી સદર રજુઆતો સબંધે ડીકોયરને સાથે રાખી, ડીકોયની શક્યતાઓ તપાસતા ટ્રાફિક પોઇન્ટ, શાસ્ત્રીબ્રીજ ના છેડે, નારોલ-સરખેજ રોડ પર આવતા આરોપી નં(૧) નાઓએ ડીકોયરની આયસર ગાડી ઊભી રખાવી, ડીકોયરને સીટબેલ્ટ નો મેમો ન ફાડવાના બદલામાં ડીકોયર સાથે લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦૦/- ની લાંચની માંગણી કરી, લાંચની રકમ રૂ.૨૦૦/- આરોપી નં-(૨) નાઓએ સ્વીકારી લાંચના ડીકોય છટકા દરમ્યાન પકડાઇ ગયેલ છે તથા આરોપી નં- (૧) દશરથભાઈ પટણી નાઓને એસીબી હોવાની શંકા જતાં તેઓ નાશી ગયેલ છે.
*ટ્રેપિંગ અધિકારી*:
સુ.શ્રી ડી.બી.ગોસ્વામી , પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. સ્ટાફ સુપર વિઝન અધિકારી* :
શ્રી કે.બી. ચુડાસમા,
મદદનિશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,