આ કઇ ગાડી પકડાઇ? 🤔 ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી પકડાયો. આરોપી ભાગી જવા મા સફળ રહ્યો

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નં-૩૬૦ કિ.રૂપિયા – ૬૩૩૬૦/-તથા ગાડી મળી કુલ રૂ.૨૬૩૩૬૦/-ના મુદામાલનો પ્રોહીબીશનનો   ખેડબ્રહ્મા પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક,સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ આંતરરાજય બોર્ડર ઉપરથી જીલ્લામાં પ્રોહીબીશન ગુન્હાઓની હેરાફેરી અંકુશમાં લેવા તથા પ્રોહીબીશનની લગત કેસો શોધી અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક  સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ ઇડરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ  પોલીસ ઇન્સ્પેકટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આ દિશામાં કાર્યશીલ હતા

જે દરમ્યાન આજરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આ.પો.કો દિલીપભાઈ રણછોડભાઈ બ.નં.૨૯૩ નોકરી- ખેડબ્રહ્માં પોલીસ સ્ટેશનનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, રાજસ્થાનના મહાદ તરફથી ખેડબ્રહ્મા તરફ એક સફેદ કલરની વોકસ વેગન પોલો ગાડી નં-GJ-27-C-5446 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવે છે જે બાતમી હકીકતની આધારે શીતોલ ગામની સીમમાં રોડ ઉપર વોચમાં હતા તે દરમ્યાન ઉપરોકત વર્ણન વાળી ગાડી આવતી જોવા મળેલ અને સદરી ગાડીના ચાલકે સરકારી વાહન જોઇ પોતાનુ વાહન દુર રોડ સાઇડમાં ઉભુ રાખી દઇ ભાગી ગયેલ અને સદરી ગાડી પાસે જઇ તપાસ કરતા ગાડીમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા બીયરના ટીન મળી કુલ-૩૬૦ બોટલ જેની કિં.રૂ- ૬૩૩૬૦/- તથા વોકસ વેગન ગાડીની કિ.રૂ-૨૦૦૦૦૦/- મળી કુલ રૂ.૨૬૩૩૬૦/- નો મુદામાલ કબજે કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં વોકસ વેગન ગાડીના ચાલક વિરૂદ્ધ પાર્ટ-સી ગુ.ર.નં-૧૧૨૦૯૦૨૮૨૪૦૯૮૧/૨૦૨૪ પ્રોહી કલમ-૬૫ એ,ઇ,૧૧૬ (બી),૯૮(૨) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી 

(૧) ડી.આર.પઢેરીયા પો.ઇન્સ ખેડબ્રહ્મા પો.સ્ટે

(૨) આ.પો.કો-દિલીપભાઈ રણછોડભાઈ બ.નં-૨૯૩

(૩)અ.પો.કો-વિકાસભાઈ હસમુખભાઈ બ.નં-૭૨૫

(૪)આ.પો.કો.અક્ષયકુમાર પોપટભાઈ બ.નં-૩૬૪

 

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score