કાર્યક્રમનુ સફળ સંચાલન શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશાંતભાઈ પટેલ, એ કર્યું …… શુ હતો કાર્યક્રમ અહીંયા વાંચો

નવ નિયુક્ત સાંસદ શોભનાબેને જંગી લિડ થી જીતાડવા બદલ કાર્યકર્તાઓ નો આભાર વ્યક્ત કર્યો સાંસદ શોભનાબેન બારૈયા ભાજપ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ પ્રશાંતભાઈ પટેલ

  • રોહિત પંચાલ
  • સાબરકાંઠા લોકસભા બેઠક પર જીત બાદ સાંસદ શોભનાબેન બારૈયાએ જંગી લીડથી જીત મેળવ્યા બાદ ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારમાં શોભનાબેનના પ્રથમ પ્રવાસ આજરોજ કર્યો

 આ પ્રવાસ દરમ્યાન તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો.સત્કાર સમારંભ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ એ સ્વાગત પ્રવચન કર્યુ હતુ.

ભાજપ તાલુકા પ્રમુખ સુરેશ પટેલ

પ્રાંતિજ પૂર્વ ધારાસભ્ય એ ખેડબ્રહ્મા શહેર વિસ્તારમાં શહેર પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ દ્વારા સારી લીડ સાથે જીતાડ્યા તે બદલ શહેર પ્રમુખ તેમજ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો

અને ઉપસ્થિત તથા અનુપસ્થિત દરેક કાર્યકરોને નવ નિયુક્ત સાંસદ શોભનાબેનને જીતાડવા બદલ સાંસદ એ પણ આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપના કાર્યકરો એ અંબે મા ની પ્રતિમા, શાલ તથા ફુલહારથી સન્માન કર્યું હતુ. સાંસદ શોભનાબેને જણાવેલ કે લોકસભાની ચૂંટણીમાં જે થયુ તેને ભૂલીને આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચુંટણીમાં પહેલેથી મહેનત કરીને ભાજપના ઉમેદવારને

જીતાડીને સત્તાનુ સુકાન સોંપવા માટે કટીબદ્ધ રહેવુ તે આપણી કાર્યકર્તાઓ તરીકે આપણી ફરજ છે.

વધુમાં ખેડબ્રહ્મા તાલુકામાં વધુ મત પોતના વિસ્તાર નુ બુથ પ્લસ કરાવનાર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ મકવાણા તથા

હાલ ના જીલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણનુ વિશિષ્ટ સન્માન આ પ્રસંગે તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, રાજયસભા સાંસદ રમીલાબેન બારા, જશુભાઈ જે પટેલ સાબર ડેરી ડિરેક્ટર રામાભાઇ પટેલ ગોપાલભાઈ પટેલ તેેમ જજીલ્લા મહામંત્રી વિજય પંડ્યા અને લુકેશભાઈ ગમાર ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર નિકુંજ રાવલ તેમજ પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહીત સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનુ સફળ સંચાલન શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશાંત પટેલ, એ કર્યું હતુ.

 

 

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score