આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મીડીયા ને આમંત્રણ જ નહી અપાતા મીડીયા કર્મી ઓ મા રોષ વ્યક્ત કરાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડબ્રહ્મા ખાતે સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં ખેડૂત કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મીડીયા ને આમંત્રણ જ નહી અપાતા મીડીયા કર્મી ઓ મા રોષ વ્યક્ત કરાયો હતો

 

આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોની જાણકારી અપાઈ

 

        કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા અને કૃષિ યુનિવર્સિટી, ખેડબ્રહ્મા ખાતે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ અંતર્ગત ખેડૂત તાલીમનું આયોજન સાંસદશ્રી શ્રીમતી રમીલાબેન બારાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. 

      સાંસદશ્રીએ અધ્યક્ષીય સંબોધનમાં સરકારશ્રીની ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂત ભાઈ-બહેનોને સીધા તેમના ખાતામાં દર ચાર મહીને રૂ. ૨૦૦૦/- જમા થાય છે. જે તેમને ખેતીમાં જરૂરી ઇનપુટસ ખરીદવા ખુબ જ ઉપયોગી નીવડે છે. સરકાર હંમેશા ખેડૂતોની ચિંતા કરે છે. આપણા પ્રધાનમંત્રીશ્રી જયારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોને કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડૂતના ખેતર સુધી પહોચતા કર્યા હતા.

     આ કાર્યક્રમની શરૂઆત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડબ્રહ્માના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડો. જે. જે મિસ્ત્રી કાર્યક્રમની રૂપરેખા આપી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું.

  આ કાર્યક્રમમાં ડૉ. એ. જી. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, સ. દાં. કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર દ્વારા ખેડૂત ભાઈ-બહેનોને પાણી તેમજ ખાતરના કાર્યક્ષમ ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ તબક્કે ખેડૂત ભાઈ બહેનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો. તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અંગે ખેડૂત ભાઈ બહેનો માટે વિવિધ કાર્યક્રમો યોજવા જણાવ્યું.  

 

  . હિતેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ ચેરમેન, ખેતીવાડી સમિતિ, જીલ્લા પંચાયતે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો ખેડૂત આઈ પોર્ટલ મારફત લાભ લેવા જણાવી ખેડૂત અકસ્માત વીમો અંગે વિસ્તૃત જાણકારી આપી.

   આ તબક્કે મહાનુભાવોના હસ્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડબ્રહ્મા દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃષિ સાહિત્યનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

  આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી સુરેશભાઈ પટેલ, ડૉ. પ્રિયંકાબેન ખરાડી, ચેરમેન એ.પી.એમ.સી પટેલ હીરાભાઈ લવજીભાઈ, રામજીભાઈ, વનબંધુ કૃષિ પોલીટેકનીક ડૉ.આર. એમ. પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, મકાઈ સંશોધન કેન્દ્ર, ભિલોડા ડૉ. મંથન ડાભી, સહ સંશોધન વૈજ્ઞાનિક તેમજ ૧૭૦ ખેડૂત ભાઈ-બહેનો કર્મચારીશ્રીઓએ સહભાગી થઇ સફળ બનાવ્યો હતો.

 

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score