વિદ્યાસમિક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન
ગુજરાત સરકાર ઘ્વારા તા.૨૬-૨૭-૨૮/જુલાઇ-૨૦૨૪ના રોજ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.જે અંતર્ગત ખેડબ્રહમા તાલુકામાં તાલુકાકક્ષાના વિદ્યાસમિક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન શ્રી સુમિતકુમાર ડી.ચૌઘરી જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ,સચિવાલય ગાંઘીનગરના વરદ હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે MIS શ્રી ઘર્મેશ પંડિતે જણાવ્ચું કે,તાલુકાકક્ષાના વિદ્યાસમિક્ષા કેન્દ્ર ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે ભવિષ્યમાં સીમા ચિહન રૂ૫ બની રહેશે.શાળાઓની હાજરી વિવિઘ મુલ્યાંકનો શાળા એક્રીડીએશન જેવી અગત્યની કામગીરીમાં રીઅલ ટાઇમ ડેટા મેળવી ગુણવત્તાલક્ષી શિક્ષણને અસરકારક બનાવવામાં આવશે.આ સુંદર આયોજન બદલ જિલ્લા શિક્ષણ શિક્ષણાઘિકારી મીતબેન ગઢવી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારી કેયુર ઉપાઘ્યાયે ઉદ્ઘાટન બદલ ટીમ ખેડબ્રહમાને અભિનંદન પાઠવ્યા.