ખેડબ્રહ્માના વિવિધ શિવાલયોમાં શિવરાત્રી ઉજવાઈ
કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમા પૂજા અર્ચના
પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરતા ભક્તો
મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ખેડબ્રહ્માના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો ભગવાન શિવની પૂજા અચઁના અને આરાધના કરી હતી, જ્યારે ખેડબ્રહ્મામાં હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતુઁ
શિવરાત્રીના દિવસે ખેડબ્રહ્માના શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર અને પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિરમા 31 – 31 દંપતિઓના યજમાનપદે હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવ્યા હતા જેમાં વિધવાન બ્રાહ્મણો દ્રારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમાત્મક લઘુરુદ્ર કરાવ્યો હતો. આ ઉપરાંત ભૃગુરુશી મહાદેવ, રામેશ્વર મહાદેવ, વરતોલના ભીમનાથ, મટોડાના મોટનેશ્વર મહાદેવ મંદિર
ખાતેપણ પુજા અર્ચન કરવામા આવી હતી. જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા
Author: Najar News
Post Views: 19