ખેડબ્રહ્મા પોલીસે છેલ્લા પાંચેક વર્ષથી નાસતા આરોપીને પકડી પાડ્યો
| ખેડબ્રહ્મા
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ, પોલીસ અધિક્ષક વિજય પટેલનાઓએ નાસતા ફરતા આરોપી ઝડપી લેવા સુચના આપેલ હોય જે સંદર્ભે સ્મિત ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક,ઇડરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પી.આઈ. ડી.આર.પઢેરીયા તથા સ્ટાફ વોચમાં હતા ત્યારે કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ અને અક્ષયકુમાર પોપટભાઈનાઓને સંયુક્ત બાતમી મળી હતી કે પ્રોહીના ગુના નંબર ૨૪૫/૨૦૧૯ છેલ્લા પાંચેક વર્ષથી પકડવાનો બાકી આરોપી જીતેન્દ્ર ઉર્ફે જેકી ઓમપ્રકાશ હેરૂવાલા (મોદી) રહે.ઉમીયાનગર રખેવાળ પ્રેસની પાછળ તા.ડીસા જી.બનાસકાંઠા વાળો પોતાના વતનમા ડીસા ખાતે આવેલ છે જે બાતમી આધારે પોલીસ સ્ટાફ પહોંચી આરોપી મળી આવતા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
Author: Najar News
Post Views: 65