ખેડબ્રહ્મામાં કૃમિનાશક દિવસ ઉજવાયો

૧૫ ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ખેડબ્રહ્મા તાલુકા કક્ષાનો કાર્યક્રમ ચંચળબા પ્રાથમિક શાળા ખાતે ખેડબ્રહ્મા શહેર ભાજપ મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ઉજવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં અર્બન આયુષ મેડિકલ ઓફિસર ડૉ.કશ્યપભાઈ ચૌહાણ દ્વારા બાળકોને કૃમિ વિશે સમજણ આપવામાં આવી હતી
બાળકોમાં કૃમિનાશક ફાયદા વિશે ચર્ચા કરી, હાથ ધોવાની પધ્ધતિ
સ્વચ્છતા તેમજ ઢાંકેલો ખોરાક લેવો, લોહીની ઉણપમાં સુધારો,
પોષણ સ્તરમાં સુધારો તેમજ અન્ય આરોગ્યલક્ષી સમજ બાળકોને આપવામાં આવી હતી
આ કાર્યક્રમમા શાળા સ્ટાફ તથા આરોગ્ય સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score