ખેડબ્રહ્મામાં ગેસ એજન્સીની લાલીયાવાડી
ખેડબ્રહ્મા તાલુકામાં ઇન્ડેન ગેસની ડિસ્ટ્રીબ્યુશન માટે મીરા ગેસ એજન્સી આવેલ છે પણ ગેસ કંપની સંચાલકો ઘ્વારા નોંધણી કરાવ્યા બાદ લાંબા સમય સુધી બોટલ ના મળતી હોવાની બુમો ઉઠી છે.ખેડબ્રહ્મા શહેર, તાલુકા, વડાલી અને દાંતા તાલુકાના ગામો અને પોશીના તાલુકામાં બોટલ પુરી પાડે છે પણ શહેરમાં જ બોટલ નોંધાવ્યા બાદ એક સપ્તાહ સુધી બોટલ મળતી નથી જેમાં જે ગ્રાહકો પાસે એક જ બોટલ છે તેમને તો બોટલ ખાલી થયા બાદ કફોડી સ્થિતિ સર્જાઈ રહી છે ખેડબ્રહ્માના અશોકભાઈના જણાવ્યા અનુસાર ડિલિવરી બોય ગેસ બોટલના થતા રુપિયા ઉપરાંત વધુ 20 રૂપિયા માંગે છે 20 રૂપિયા શેના એવું પૂછતા આપવા પડે તેવું જણાવી બોટલ આપી હતી
આ ઉપરાંત સ્થાનિક દુકાનદારના જણાવ્યા અનુસાર ગેસ એજન્સીમાથી આવતી બોટલોમા નોજલમાં રબર રીગ બગડી ગયેલા હોવાથી અઠવાડિયામાં પાંચ થી છ લોકો નવી રિંગ લેવા માટે આવે છે જ્યારે શહેરમાં આવતી બોટલોમાં ઘણીવાર સમય મર્યાદા પુરી થઈ ગઈ હોય તેવી બોટલો આપવામાં આવે છે જે બોટલથી અકસ્માત થાય તો જવાબદારી કોની જેથી લોકોમાં માંગ ઉઠી છે કે વડાલી શહેર સુધી ગેસ લાઈન આવી ગઈ છે જો સત્વરે ખેડબ્રહ્મામા પણ લાઈન લંબાવાવમાં આવે તો આ ગેસ કંપનીના ધંધિયામાંથી છુટકારો મળે