ખેડબ્રહ્મામાં ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ અને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો
| ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મામાં ખેડૂત પાસેથી હાથ ઉછીના રૂપિયા લઈ પરત ના આપી તેની અવેજમાં ચેક આપેલ જે બાઉન્સ થતાં ખેડૂતે કોર્ટમાં કેસ કરતાં કોર્ટે આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો.
ખેડબ્રહ્મા તાલુકાના ગુંદેલ ગામના પટેલ ભરતભાઇ ડાહ્યાભાઈ તથા પાદરડી ગામના પટેલ અરવિંદભાઈ રેવાભાઈ એક જ સમાજના હોઈ સામાજિક પ્રસંગોમાં અવાર નવાર મળવાનું થતા મિત્રતાના સંબંધ કેળવાયેલ જેથી અરવિંદભાઈને અંગત કામ સારું રૂપિયાની જરૂરિયાત થતા ભરતભાઈ પાસે 50 હજાર હાથ ઉછીના લીધા હતા સમય થતા અરવિંભાઈએ ઉઘરાણી કરતા અવેજમાં ચેક આપેલ હતો અને વિશ્વાસ આપેલ કે પાકતી તારીખે બેંકમાં રજુ કરશો તો તમારી રકમ મળી જશે જેથી ભરતભાઇએ બેન્ક રજૂ કરતા અરવિંદભાઈના ખાતામાં પૂરતું બેલેન્સ ના હોય ચેક બાઉન્સ થતા ભરતભાઈએ ખેડબ્રહ્મા કોર્ટમાં ફોજદારી કેસ થી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ–૧૩૮ મુજબની ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ખેડબ્રહ્માના એડિશનલ ચીફ જડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ફરીયાદીના વકીલ મૃગેશભાઈ પટેલની દલીલોને કોર્ટે ગ્રાહય રાખી આરોપીને કસૂરવાર ઠરાવી 2 વર્ષની સાદી કેદ અને 50 હજાર રૂપિયા દંડ ચૂકવવવાનો હુકમ કર્યો હતો