સંપૂર્ણ ભારતમાં રામ મંદિરને લઇ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં 3 બાળકોને શુભ મુહુર્તમાં જન્મ આપવમાં આવ્યો હતો
રામ જન્મ ભૂમિ મંદિર પ્રતિષ્ઠાને લઇ સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો ત્યારે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં 1 સિઝેરિયન કરી અને 2 નોર્મલ ડિલિવરી કરી શુભ મુહુર્ત સાચવવામાં આવ્યું હતું જેમાં દંત્રાલ ગામની કવિતાબેન રાજેશભાઇ ડાભીતથા મોટા બાવળ ગામની કલાબેન અજિતભાઈ તરાળ ને નોર્મલ ડિલિવરી કરીન પુત્ર બાળકોને જન્મ આપ્યો હતો ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલના અધિક્ષક અને ગાયનોકોલોજીસ્ટ ડો.અશ્વિનભાઈ ગઢવીના જણાવ્યા અનુસાર ખેડબ્રહ્માના કાજલબેન ચિરાગકુમાર પ્રજાપતિ સાત વર્ષ અગાઉ સિઝેરિયન કરી બાળકનો જન્મ કરાવવામાં આવેલ હતો બીજી વાર પણ સિઝેરિયન કરવાનું આવતા પરિવારે વિચાર કરી 22 જાન્યુઆરીએ બપોરે 12.05 થી 12.55 નું શુભ મુહુર્તમા જન્મ કરાવવાનું જણાવતા ડોક્ટર ઘ્વારા એનેસ્થેટિક ડો. કનુભાઈ તરાળ, સ્ટાફ નર્સ ક્રીપાબેન પટેલ ઘ્વારા તૈયારી કરી શુભ મુહર્ટમાં બાળકનો જન્મ કરાવ્યો હતો પુત્ર નો જન્મ થતા જ પરિવારે આનંદની લાગણી અનુભવી હતી બાળકના નામ અને ચિરાગભાઈએ જણાવ્યું હતું કે હજુ નામ વિચાર્યું નથી પણ રાશિ મળતી આવશે તો ભગવાનના રામના નામ પરથી નામ પાળીશું.