ખેડબ્રહ્મામા વિશ્વકર્મા મંદિરનો નવમો પાટોત્સવ ઉજવાયો

ખેડબ્રહ્મામા વિશ્વકર્મા મંદિરનો નવમો પાટોત્સવ ઉજવાયો

ખેડબ્રહ્માના શ્યામનાગર ખાતે વિશ્વકર્માધામમા બિરાજમાન ભગવાન વિશ્વકર્મા, માં ચામુંડા, અને ભગવાન શનિ મહારાજનો નવમો પાટોત્સવ ગુરુવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો

 

આ પાટોત્સવમાં સવારે 16 દંપતીએ મહાપૂજાનો લાભ લીધો હતો ત્યાર બાદ મા રાંદલનો ઘોડો ખુદવામાં આવ્યો હતો ત્રણેય મંદિર પર યુવા ગ્રુપના સદસ્યો ઘ્વારા ધજા આરોહણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર પાટોત્સવની પુજા વિધિ શાસ્ત્રી દિનેશભાઇ સુરેન્દ્રનગરવાળા દ્વારા સંપન્ન કરવામાં આવી આ પ્રસંગે મહા પ્રસાદના દાતા તરીકે સુથાર લક્ષ્મીબેન ચુનીલાલ પરીવાર રુદ્રમાળાએ લાભ લીધો હતો અને આગામી 2025 ના મહાપ્રસાદના દાતા તરીકે સુથાર મંગુબેન ભોગીલાલ લાલજીભાઈ પરિવારે એ ખેડબ્રહ્મા દાન આપ્યું હતું સમારંભના અંતે સમાજના પ્રમુખ પરસોત્તમભાઈ અને અગ્રણીઓ લોકોને આશીર્વચન પાઠવ્યા હતા  આ પ્રસંગે વિશ્વકર્મા બચત અને ધિરાણ મંડળીના પ્રમુખ જગદીશકુમાર બી સુથાર, યુવા ગ્રુપના પ્રમુખ પ્રકાશભાઈ સુથાર સદસ્યો અને નટવરભાઈ સુથાર, શંકરલાલ સુથાર મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score