મહિલા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
આજ રોજ સેવા પખવાડા અંતર્ગત તા.23/9/2024 ખેડબ્રહ્મા વિધાનસભામાં ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલા મોરચા દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન માન.રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.જેમાં
મહિલાઓના આરોગ્ય સારવાર અંતર્ગત બીપી ,સુગર, આઈ ચેકઅપ વગેરે કરવામાં આવ્યું.જેમાં ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાલ,જિલ્લા મહામંત્રી લુકેશભાઈ સોલંકી,તા. પં પ્રમુખ રામાભાઈ તરાલ,જિલ્લા મંત્રી ડૉ.પ્રિયંકા ખરાડી, પ્રમુખશ્રીઓ સુરેશભાઈ પટેલ,મયુરભાઈ શાહ,અનિલભાઈ ,વસ્તભાઈ મકવાણા,ભોજાભાઈ મકવાણા,મહામંત્રી બકાભાઈ મકવાણા, કાર્યક્રમના જિલ્લા ઇન્ચાર્જ અને વિધાનસભા મહિલા મોરચા પ્રભારી નિર્મળાબેન પંચાલ,શિવાભાઈ પરમાર, નવજીભાઈ બુબડિયા,જિલ્લા સદસ્યો,તાલુકા સદસ્યો,ટી.એચ.ઓશ્રી કકુભાઈ ડાભી, પી.એચ .સી ડૉ.લાજવંતીબેન અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમને મહેનત કરી છે એવા ખેડબ્રહ્મા વિધાનસભાની બહેનો..જેમાં મહિલા મોરચા પ્રમુખશ્રીઓ ગીતાબેન પારગી,અંબિકાબેન સુથાર,રાધાબેન બારોટ, ચોખલીબેન,ઇન્ચાર્જ લતાબેન ભાવસાર,હંસાબા ચૌહાણ, ખેરોજ પી.એચ.સી.સ્ટાફ,કાર્યકર્તાઓ,મોટી સંખ્યામાં ચેકઅપ માટે બહેનો ઉપસ્થિત રહી હતી.