ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચાની બેઠક જૂના માર્કેટ યાર્ડ ખાતે રાખવામાં આવી.
જેમાં લોકસભા ચુંટણી દરમ્યાન ચુંટણીલક્ષી કામગીરી કરનાર બહેનોનું ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી માન.અશ્વિનભાઈ કોટવાલ દ્વારા સાડીઓ આપીને સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે શ્રી જશુભાઇ પટેલ ,માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી અમરતભાઈ પટેલ,સાબરડેરીના પૂર્વ વા.ચેરમેન બ્રીજેશભાઇ પટેલ,જિલ્લા સંગઠન મંત્રી, ડૉ.પ્રિયંકા ખરાડી,તાલુકા સંગઠન ઉપપ્રમુખ ભાનુબેન ચેનવા,મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પારગી,ઉપપ્રમુખ રંજનબેન પરમાર તથા તાલુકા મહિલા મોરચાની બહેનો હાજર રહી હતી.. “એક પેડ માં કે નામ” અંતર્ગત છોડવાઓનું વિતરણ યુવા ખેડબ્રહ્માના બ્રિજેશભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલા મોરચા ઉપપ્રમુખ રંજનબેન પરમારે કર્યું હતું અને આભાર વિધિ તાલુકા સંગઠન ઉપપ્રમુખ ભાનુબેન ચેનવાએ કરી હતી.