ખેડબ્રહ્મા પોલીસે ગાંજા સાથે બે ઇસમોને પકડ્યા
ખેડબ્રહ્મા પોલીસ કોમબીગ નાઈટ દરમ્યાન આંતર રાજ્ય ચેક પોસ્ટ ઉપરથી માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરતાં બે ઇસમોને પકડી પડ્યા હતા
સાબરકાંઠા જીલ્લા અધિક્ષક વિજય પટેલનાઓએ પ્રોહી ડ્રાઈવ અને કોમ્બીન્ગ નાઈટ અનુસંધાને ખેડબ્રહ્મા પી.એસ.આઈ. એ.વી. જોશી તથા પોલીસ સ્ટાફ રાજસ્થાન બોર્ડર પર વાહન ચેકિંગમાં હતા ત્યારે રાજસ્થાન તરફથી બે ઇસમો બાઇક લઈ આવતા હતા તેઓને પોલીસ ઊભા રહેવા જણાવતા બાઇક ચાલક ભાગી જતાં પોલીસે પીછો કરતાં રોધરાથી દેરોલકંપા રોડ પર બાઇક સ્લીપ થઈ જતાં પોલીસે બંને ઇસમોને પકડી તપસ કરતાં તેમની પાસેની બેગમાથી 2.800 ગ્રામ ગાંજો મળી આવેલ જેથી પોલીસે બાઇક ચાલક ઇનાયતખાન સમંદરખાન પઠાણ રહે. વડાલી અને મહમંદ રફીક કાલુભાઇ અંસારી રહે. દાણી લીમડા અમદાવાદનાને પકડી ગાંજો 2.800 ગ્રામ કિમત રૂ. 28500 મોબાઈલ રૂ. 500 બાઇક 75000 મળી કુલ મુદ્દમાલ 104000 નો પકડી બંને આરોપી અને કોટડા રાજસ્થાનના ભાગેડુ મોહન વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી હતી.