ખેડબ્રહ્મા સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલ
ખાતે પ્રજાસત્તાક દિનની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ યોજાયુ
- સાબરકાંઠા જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં રીહર્સલ યોજાયું હતુ.
- તારીખ.૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી સંતશ્રી નથ્થુરામબાપા જ્યોતિ વિધ્યાલય, ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવનાર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લાકક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
આ રિહર્સલમાં સૌ fઉપસ્થિતો દ્વારા રાષ્ટ્રગાન તેમજ ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. રિહર્સલ દરમિયાન કલેક્ટરશ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના વિધાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
આ રીહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા,જિલ્લા પોલીસવડાશ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા,વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ,કર્મચારીશ્રીઓ,શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
*****
Author: Najar News
Post Views: 50