ખેડબ્રહ્મા મામલતદાર કચેરી ખાતે અરજદારોને જાતિ પ્રમાણિત દાખલા લેવા માટે આવતા અરજદાર પ્રત્યે અધિકારીઓનું મનસ્વી વલણ
આ નાયબ મામલતદાર ને પરપાન્ત થી 50વર્ષ થી વધુ સમય થી ગુજરાતમાં વસવાટ કરતા અરજદારો સામે એક જાતની એલર્જી હોય તેવું સામે આવી રહ્યું છે
મોટાભાઈ 1976 માં ખેડબ્રહ્મા તાલુકામાં અભ્યાસ કરતા હોય તો તે પરિવાર ક્યાં રહેતો હશે આવા અરજદારોને પણ પ્રમાણપત્રો અહીંથી આપવામાં આવતા નથી
ખેડબ્રહ્મા મામલતદાર કચેરી ખાતે છેલ્લા ઘણા સમયથી નાયબ મામલતદાર ના નેજા હેઠળ અરજદારો જાતિ ના દાખલા લેવા માટે તેમજ નોન ક્રિમિનલ ના દાખલા લેવા માટે આવતા હોય છે તેઓનો ઘસારો જોવા મળતો હોય છે ત્યારે આ નાયબ મામલતદાર કોઈપણ જાતની કાગળો ની દેખરેખ વગર આવેલા અરજદારને હડધુંત કરી અને 1978 પહેલા ના પુરાવા માગણી કરી અને હડધુંત કરી રહ્યા છે ત્યારે તેના પરિવારમાં સ્થાનિક વસવાટ કરતા પરિવારજનોના ડોક્યુમેન્ટ રજૂઆત બાદ પણ આવા અરજદારોને હડધુંત જ કરવામાં આવી રહ્યા છે અને અન્ય લાગતા વળગતા અરજદારોને ખાનગીમાં ટેબલ નીચેની આવક લઈ અને દાખલા આપ્યા હોવાનું પણ કેટલાક અરજદારોને ધ્યાને આવ્યું હોવાનું લોક મુખ્ય ચર્ચાઇ રહ્યું છે સાબરકાંઠા જિલ્લા કલેકટર આ બાબતે નોંધ લઈ આવા મનસ્વી વલણ ધરાવતા નાયબ મામલતદાર ની અન્ય ટેબલ પર તેમજ તાલુકા બહાર બદલી કરવામાં આવે તેવી પ્રજાની માંગ પણ ઉઠવા પામી છે