ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નંબર ૭ નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન ધર્મેન્દ્ર મહેતા તેમજ વોર્ડ નંબર ૬ ના બ્રિજેશભાઈ બારોટ એ પોતાના વિસ્તારોમાં રાત્રે વીજળી ડુલ થતા સોશિયલ મીડિયા નો સહારો લીધો હતો

સાબરકાંઠા જિલ્લા ના ખેડબ્રહ્મા શહેર વોર્ડ નંબર ૭ અને ૬ મા વિજ પ્રવાહ ડુલ થવાનો સીલસીલો યથાવત જોવા મલ્યો

આ બાબતે ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નંબર સાતના નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન ધર્મેન્દ્ર મહેતા તેમજ વોર્ડ નંબર ૬ ના બ્રિજેશભાઈ બારોટ એ પોતાના વિસ્તારોમાં રાત્રે વીજળી ડુલ થતા સોશિયલ મીડિયા નો સહારો લીધો હતો

કલોલ ગામ્ય વિસ્તાર ના ફીડર થી વિજ પ્રવાહ મલતો હોઈ આ વિસ્તાર થી શહેર બાકાત કરવા પણ રજૂઆત કરાઈ છે.

  છાસવારે આ વોર્ડ મા અવારનવાર વિજ પ્રવાહ ખોરવાતા નગરજનો ગરમીને લઈ ને તોબાતોબા પોકારી ઉઠયા હતા. શહેર મા આ વોર્ડ મા અવારનવાર વિજ પુરવઠો ખોટવાતા હાલતો ગરમી મા લોકો સેકાઈ રહ્યા છે તો બિમાર વૃધ્ધો સહિત બાળકો ગરમીને લઈ ને તોબાતોબા પોકારી ઉઠયા છે. તો બીજી બાજુ વરસાદ ના ચાર છાંટા પડે તેનો ઉકળાટ અને બાફારા વચ્ચે જ વિજ પુરવઠો ડુલ થતા લોકો ગરમી બફારો ઉકળાટ વચ્ચે સેકાઇ રહ્યા છે અને ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે વિજ પ્રવાહ ડુલ થતા લોકો બપોર ના સમયે ઘરો તથા ઓફિસો માંથી બહાર નિકળી ઠંડક ખોળતા જોવા મળ્યા હતા. આ વોર્ડ મા વિજ પ્રવાહ ડુલ થવો એ કોઈ નવી વાત નથી અને હમણાં-હમણાં છાસવારે વીજપ્રવાહ બંધ થઈ જાય છે જેને લઈને લોકોનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોચ્યો છે ત્યારે ગરમીમાં જ અવરનવર વિજ પ્રવાહ ખોટવાતા લોકો વિજકંપની થી કંટાળી ગયા છે અને વિજકંપની દ્વારા કાયમી ઉકેલ કરવામા આવે તેવી માંગ પણ સોસીયલ મીડીયા મા ઉઠવા પામી છે ત્યારે હાલતો અવારનવાર વિજ પ્રવાહ ખોરવાતા વિજકંપની દ્વારા કરવામા આવતા મેન્ટેનન્સ ઉપર પણ સવાલો ઉભા થયા છે ત્યારે હાલતો ખેડબ્રહ્મ અનેક વિસ્તારોમા વારાફરથી વિજ પ્રવાહ બંધ થઈ જતા ગરમીમાં લોકો શેકાઈને ભડથું થતા જોવા મળ્યા હતા ત્યારે હવે જોવુ એ રહ્યુ કે વિજ કંપનીમાં સુધારો આવશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિત જોવા મળશે એતો હવે જોવુ રહ્યુ.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score