ખેડબ્રહ્મા હરણાવ નદીના તટ પર આવેલા ત્રિવેણી સંગમ અને પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિર પાસે આવેલા સ્મશાન ગૃહ ની અર્ધતુટેલી સગડી ની ભૂમિ બની ગઈ છે તંત્રની ઉદાસીનતાથી સ્મશાનગૃહ યોગ્ય જાળવણી અને સુવ્યવસ્થિત સંચાલનના અભાવે બદતર હાલતમાં ફેરવાઈ ગયું છે.
ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં નગરપાલિકા સંચાલિત સ્માશન ગૃહમાં સઘડીઓ તૂટેલી હાલતમાં હોવાથી અને બે જ સગડીઓના કારણે ભારે મુશ્કેલી પડી રહી છે એક દિવસમાં બે થી વધુ મરણ થવાના કિસામાં ભારે તકલીફ પડી રહી છે અને તૂટીફૂટી સઘડીમાં મૃતદેહને બાળવા નગરજનો મજબૂર બન્યા છે
ખેડબ્રહ્મા નગર પાલિકા ધ્વારા નવીન સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યું હતું જેનું વર્ષ 2017ના વર્ષમા સ્થાનીક ધારાસભ્ય દ્વારા સ્મશાન ગૃહ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું તે સમયે બે સાદી સગડી અને બે ઇલેક્ટ્રીક મોટરથી ચાલતી સગડીઓ લગાડવામાં આવી હતી પરંતુ ત્યારથી આજ દિન સુધી બંને ઇલેક્ટ્રિક સગડીઓનો ઉપયોગ કરવામાં જ આવ્યો નથી. જો એક દિવસમાં ત્રણ મરણ થાય તો ત્રીજા અંતિમ સંસ્કાર માટે ખુલ્લી નદીમાં જવા મજબૂર થવું પડે છે જ્યારે રાત્રિના સમયે લાઇટોની વ્યવસ્થા ના હોય ટોર્ચ કે મોબાઈલની લાઇટમાં અગ્નિ સંસ્કાર કરવા પડે છે સ્મશાનમાં પાણી માટે નળ લાગાવેલ હતા તે પણ તૂટી ગયા છે અને પાણી પણ ના આવતું હોવાના કારણે સફાઈ માટે લોકોને પાણીનું ટેન્કર મંગાવું પડે છે.
સ્મશાન આગળ સ્વચ્છતાના અભાવે આ મુક્તિધામ જ મરણ પથારીએ હોય તેવું લાગી રહ્યું છે. અંતિમક્રિયા માટે આવતાં ડાઘુઓ અને નગરજનોમાં અસંતોષની લાગણી વ્યાપી છે. નગરપાલિકાનાએ યોગ્ય જાળવણી અને સુવ્યવસ્થિત સંચાલનના અભાવે સ્મશાન ભુમિની હાલત બદતર થઈ ગઈ છે.
લોકોમાં માંગ ઉઠી છે કે બન્ને ઇલેક્ટ્રીક સગડીઓ કાઢી નાખી ત્યાં નવીન સાદી સગડીઓ લગાડવામાં આવે તથા પાણી અને અને સફાઈની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે