ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલ કુલ નંગ-૯૩ કિં.રૂ.૨,૫૧,૬૪૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ કરતી ખેરોજ પોલીસ

 

ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલ

કુલ નંગ-૯૩ કિં.રૂ.૨,૫૧,૬૪૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ કરતી ખેરોજ પોલીસ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષક  વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક, સાબરકાંઠા વિજય પટેલ નાઓએ જિલ્લામાં પ્રોહીબીશન ગુન્હાઓની ગેરકાયદેસર હેરાફેરી અંકુશમાં લેવા તથા પ્રોહીબીશનને લગત કેસો શોધી અસરકારક કામગીરી કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહીલ  ઇડર વિભાગ ઇડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો ડી.એન.સાધુ પોલીસ ઇન્સપેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન આ દિશામા સતત કાર્યશીલ હતા

તે દરમ્યાન આજરોજ  ડી.એન.સાધુ પોલીસ ઇન્સપેક્ટર નાઓ સાથેની પોલીસ કર્મચારીઓની ટીમના માણસો સાથે ખાનગી વાહનમાં ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીની વોચ તપાસ તથા પ્રોહી લગત પ્રેટ્રોલીંગમાં હતા દરમિયાન લાંબડીયા ત્રણ રસ્તા પાસે વાહન ચેકીગ કામગીરી કરી રહેલ હતા તે દરમ્યાન સાથેના અ.પો.કો.વિરેન્દ્રકુમાર અમૃતભાઈ બ.નં.૫૪૨ નાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે “કોટડા તરફ થી એક સફેદ કલરની શંકાસ્પદ ઇનોવા ગાડી આવી રહેલ છે* જે બાતમી મુજબની ગાડીની વોચમા લાંબડીયા ખાતે વાહનચેકીંગ કરી રહેલ હતા દરમ્યાન કોટડા તરફ થી એક ઇનોવા ગાડી પુરઝડપે આવતા જે ગાડીને લાંબડીયા ખાતે ઉભી રખાવવા પ્રયત્ન કરતા ગાડી ઉભી રાખેલ ન હતી અને પોલીસને જોઈને ભગાડતા સદર ઇનોવા વધુ શંકાસ્પદ લાગતા ગાડીનો પીછો કરી નવામોટા ગામના પાટીયા નજીક આવતા આ ઇનોવા ગાડી ચાલકે પોતાની ગાડી રોડની સાઈડ ઉપર ઉભી રાખી ગાડીમાંથી નીચે ઉતરવા જતા ગાડી ચાલકને પકડી સદર ગાડી સાથે લાંબડીયા આઉટ પોસ્ટ ખાતે લાવી તપાસ કરતા સફેદ કલરની ઇનોવા ગાડી નંબર-GJ-06-CB-2898 ગાડીની અંદર સીટના નીચે બનાવેલ ગુપ્ત ખાનામાથી ગે.કા નો ભારતીય બનાવટના વિદેશી દારુ ની કુલ બોટલ નંગ-૯૩ ની કંપની શીલબંધ બોટલો જેની કૂલ કિ.રૂ-૨,૫૧,૬૪૦/-તથા ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/-ની તથા એક વિવો કંપનીનો વાદળી કલરનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની કિ.રૂ.પ૦૦૦/- તથા એક નોકીયા કંપનીનો સાદો કી- પેઇડવાળો મોબાઈલ જેની કિ.રૂ.૫૦૦/-ગણી આમ કુલ કિ.રૂ.૭,૫૭,૧૪૦/-નો મુદ્દામાલ કબજે કરી ખેરોજ પોલીસ સ્ટેશન સાબરકાંઠા ખાતે પકડાયેલ આરોપી વિરૂધ્ધ પાર્ટ-સી ગુ.ર.નં-૧૧૨૦૯૦૦૩૨૪૦૬૦૫/૨૦૨૪ ઘી ગુજરાત પ્રોહીબીશન (એમેડમેંટ) એક્ટ ૨૦૧૬ ની કલમ- ૬૫એ.ઈ,૮૧,૮૩ મુજબ ગુનો દાખલ કરી કામગીરી કરવામાં આવેલ છે

પકડાયેલ આરોપી

(૧) પ્રકાશચંન્દ્ર સ/ઓ કજોડલાલ દેવીલાલ રેગર રહે.ધામ્નચા તા.બેગુ જી.ચિતોડગઠ રાજ્ય-રાજસ્થાન

પકડવાના બાકી આરોપી

(૧) મુદામાલ ભરી આપનાર – કરણસિંહ રહે.ઉદેપુર રાજ્ય-રાજસ્થાન

(૨) ગાડી આપનાર- દોલતરામ રહે.ઈસ્વાલ રાજ્ય-રાજસ્થાન

કામગીરી કરનાર અધિકારી /પોલીસ કર્મચારી

(૧) ડી.એન.સાધુ પોલીસ ઇન્સપેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન

(૨) એ.એસ.આઈ સંજયકુમાર વેલાભાઈ બ.નં.૬૩૭

(૩) અ.પો.કો. વિરેન્દ્રકુમાર અમૂતભાઈ બ.ન-૫૪૨

(૪) પો.કો રાજુભાઈ લુમ્બાભાઈ બ.નં.૮૨૪

(૫) આ.લો.ર મંચકકુમાર કાન્તીભાઈ બ.નં.૦૭૫૧

(૬) અ.પો.કો કલમકુમાર રણજીતભાઈ બ.નં.૨૮૫

(૭) અ.પો.કો નરેશકુમાર લાડુભાઈ બ.નં.૬૭૮

(૮) અ.પો.કો મૌલીકકુમાર રમેશચંન્દ્ર બ.નં.૧૧૨૨

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score