ગજબ🤭ખેડબ્રહ્માની યુવતીને સાસરીમાં વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતા પતિ, સાસુ સસરા, દિયર ને માસાજી માસીજી વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી  

ખેડબ્રહ્માની યુવતીએ 6 સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી 

 ખેડબ્રહ્મા 

ખેડબ્રહ્માની યુવતીને સાસરીમાં વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતા પતિ, સાસુ સસરા, દિયર ને માસાજી માસીજી વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી 

 

ખેડબ્રહ્માની પ્રજાપતિ સોસાયટીમાં રહેતા ગણપતભાઈ પ્રજાપતિની દીકરી રેખાબેન ઉ.વ.૨૫ના વર્ષ 2022 મા પોરબંદરના નરેન્દ્રભાઈ. ઓમપ્રકાશ પ્રજાપતિ સાથે સમાજિક રીતરિવાજ મુજબ થયા હતા લગ્ન બાદ રેખાબેન સાસરી પોરબંદર રહેતા હતા લગ્ન બાદ સાસુ વારંવાર કામ માટે બોલાચાલી કરી ઝગડા કરતા હતા જેથી તેમના પિતાજી ખેડબ્રહમા તેડી લાવ્યા હતા જેથી દશેક મહિના પીયરમા રહી સમાધાન કરી પરત લઇ ગયા હતા ત્યાર બાદ તેમના સાસુ અને સસરા માસાજી તથા માસીજી તેમના પતિને ચઢવણી કરતા 

 મારા પતિના તરફેણમા સાસુ નાની નાની વાતોમાં ઝગડોઓ કરવા લાગતા અને તુ કંઈ કામની નથી અને ઘરનુ કામકાજ કરતી નથી તેવા મેણાટોણા મારતાં હતા અને મારા સાસુ-સસરા તથા તથા માસાજી, માસીજીના અવાર નવાર ફરથી ઝગડા કરતા હોઈ અને જાનથી માર મારવાની ધમકી આપતા હોઈ તેમજ દિયર લલીતભાઈ પણ જ્યારે નોકરી ઉપરથી ઘરે આવેલ ત્યારે પતિની ચઢામણી કરતાં હોઇ પતિ રેખાબેનને માર મારતાં હતા અને ઝગડાઓ કરતા હતા જેથી રેખાબેન 10 ઓગસ્ટ ના રોજ પોરબંદર ૧૦૦ નંબર ઉપર ફોન કરતા બે મહિલા પોલીસ આવેલા અને રેખાબેનને સખી વન સ્ટોપ સેન્ટર પોરબંદર ખાતે રાખેલ પછી પોલીસે તેમના ભાઇ અશોકભાઈને ફોન કરતા તેમના ભાઇ લેવા આવેલા અને રેખાબેમ ખેડબ્રહમા મુકામે આવેલ હતી અને ખેડબ્રહ્મા આવી રેખાબેને પતિ નરેન્દ્રભાઈ ઓમપ્રકાશ પ્રજાપતિ, સાસુ લક્ષ્મીબેન ઓમપ્રકાશભાઈ પ્રજાપતિ, સસરા ઓમપ્રકાશ ભવરલાલ પ્રજાપતિ, માસાજી શીવરામભાઈ ભવરલાલ પ્રજાપતિ, માસીજી મંજુલાબેન શીવાભાઈ પ્રજાપતિ તથા દિયર લલીતભાઈ ઓમપ્રકાશ પ્રજાપતિ

તમામ રહે પોરબંદરનાઓએ રેખાબેનને ત્રાસ આપતા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score