ગુજરાતના પૂર્વ રાજ્યપાલ શ્રીમતી ડૉ. કમલા બેનીવાલના દુ:ખદ નિધન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ શ્રીમતી ડૉ. કમલા બેનીવાલના દુ:ખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
મુખ્યમંત્રીશ્રીએ સદગતના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરી છે અને ડૉ. કમલા બેનીવાલના શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી છે.
ડૉ. કમલા બેનીવાલે તા. ૨૭ નવેમ્બર ૨૦૦૯ થી ૬ જુલાઈ ૨૦૧૪ સુધી ગુજરાત રાજ્યના ૧૮મા રાજ્યપાલ તરીકે સેવાઓ આપી હતી.
Author: Najar News
Post Views: 37