ચોરી ના બે બાઇક સાથે ૩ આરોપીઓ અને એક રીક્ષા સહીત કુલ કિંમત 130000 મુદામાલ જપ્ત કરતી પોલીસ
મુદામાલ સાથે ધરપકડ કરેલ આરોપીઓ
સતત બીજા દિવસે પોલીસ રહી ચર્ચાઓ માં
પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ઈડરનાઓના સિધા માર્ગ દર્શન હેઠળ ડી.એન સાધુ સર્કલ. શ્રી એ.વી.જોષી પો.સબ.ઇન્સ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તેમજ .કે.વી.વહોનીયા સે.પો.સ.ઈ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તથા અ.હે.કો.સુનીલભાઈ કાન્તીભાઈ બ.ન.૯૫ તથા આ.પો.કોન્સ. દિલીપભાઈ રણછોડભાઈ બ.નં-૦૧૧૧ તથા આ.પો.કો.વાસુભાઈ ઇન્દુભાઈ બ.નં.૫૯૦ તથા અ.પો.કો.વિકાસકુમાર હસમુખભાઈ બ.નં.૭૨૫ વિગરે સ્ટાફના માણસો ખેડબ્રહમા પોલીસ સ્ટેશન આગળ વાહન ચેકીંગમાં હતા
તે દરમ્યાન એક શંકાસ્પદ લોડીંગ રીક્ષા નં-જી.જે.૦૯ એ.એક્સ.૨૧૪૨ આવતી હતી તે લોંડીંગ રીક્ષાને હાથનો ઇસારો કરી ઉભી રખાવતા તે રીક્ષામાં બે મોટર સાઈકલ શંકાસ્પદ જણાતા સદરી રીક્ષા ડ્રાઈવર તથા પાછળ બેઠેલ બે ઇસમો જે પૈકી એક ઇસમનું નામઠામ પુછતા પોતે પોતાનુ નામ (૧) ડ્રાઈવર.કાન્તીભાઈ રેવાભાઈ જાતે વાઘરી ઉ.વ.૫૫ તથા બીજા ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ (૨) સુનિલભાઈ જયંતીભાઈ જાતે વાઘરી ઉ.વ. ૧૯ તથા ત્રીજા ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ (૩) અર્જુનભાઈ રમેશભાઈ જાતે. વાઘરી ઉ.વ.૨૭ ત્રણેય રહે.ચાંપલપુર વિસ્તાર ખેડબ્રહ્મ તા.ખેડબ્રહ્મ જી.સાબરકાંઠાનો હોવાનું જણાવેલ જેથી સદરહું ઇસમોને મોટર સાયકલો બાબતે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપતા ના હોઈ જેથી બજાજ પલ્સર મોટર સાયકલને આગળ પાછળ ,રજીસ્ટ્રેશન નં હોઈ તેથી ચેચીસ નંબર જોતા MD2A11CZ8CCE90432 એન્જીન નંબર જોતા DHZCCE88053 નો હોઈ જે પોકેટ કોપ મોબાઈલથી જોતા જેનો રજીસ્ટ્રેશન નંબર-GJ-09-CE-4852 નો જણાઈ આવતા સદરહું બજાજ પલ્સર મોટર સાયકલ નંબર GJ-09-CE-4852 ની કિ.રૂ.૩૫,૦૦૦/- ની ગણી તથા બીજી યમાહા કર્કસ મોટર સાયકલ નં. GJ-09-AC-8582 ની કિ,રૂ. ૧૦,૦૦૦/-ની ગણી તથા જે બન્ને મોટર સાયકલ લઇ જવા ઉપયોગ કરવામાં આવેલ લોડીંગ રીક્ષા નં- GJ-09-AX-2142 ની કિ.રૂ.૮૫,૦૦૦/- ની ગણી કુલ કિંમત રૂ.૧,૩૦,૦૦૦/- નો મુદામાલ બી.એન.એસ.એસ.ક. ૧૦૬(૧) મુજબ વિગતવારનું પંચનામુ કરી કબ્જે કરવામાં આવેલ છે. ઉપરોકત ત્રણેય ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હતી. અને તપાસ દરમ્યાન બજાજ પલ્સર મોટર સાયકલ નંબર GJ-09-CE-4852 ની કિ,રૂ.૩૫,૦૦૦/-ની હિમંતનગર બી ડિવીઝન પો.સ્ટે.એ.ગુ.ર.નં. ૧૧૨૦૯૦૫૬૨૪૦૨૨૫/૨૦૨૪ ના કામે ચોરીમા ગયેલ હોવાનુ જણાઇ આવેલ છે.
આ કામગીરી કરનાર કર્મચારીઓ
(૧) શ્રી એ.વી.જોષી પો.સબ.ઇન્સ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન
(૨) શ્રી કે.વી.વહોનીયા સે.પો.સ.ઈ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન
(૩) અ.હે.કો.સુનીલભાઈ કાન્તીભાઈ બ.નં.૯૫
(૪) આ.પો.કોન્સ.દિલીપભાઈ રણછોડભાઈ બ.નં. ૦૧૧૧
(૫) આ.પો.કો.વાસુભાઈ ઈન્દુભાઈ બ.નં.૫૯૦
(૬) અ.પો.કો.વિકાસકુમાર હસમુખભાઈ બ.નં.૭૨૫