જનજાતિય ગૌરવ દિવસની ઉજવણીના સુચારું આયોજન માટે જિલ્લા કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

*જનજાતિય ગૌરવ દિવસની ઉજવણીના સુચારું આયોજન માટે જિલ્લા કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ*

 

    સાબરકાંઠા જિલ્લામાં આગામી તારીખ 15 નવેમ્બર જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી ના સુચારું આયોજન અને અમલીકરણ માટે જિલ્લા કલેકટર શ્રી ડો. રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઈ હતી. 

      15 મી નવેમ્બર બિરસા મુંડા જન્મ જયંતીના દિવસને જન જાતિય ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે. આગામી 15મી નવેમ્બર બિરસામુંડા જન્મ જયંતીના 150 વર્ષ પૂર્ણ થતા હોય આ જન્મ જયંતી ની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી ની અધ્યક્ષતામાં બિહાર ખાતે મેગા ઇવેન્ટનું આયોજન કરાયું છે. આ મેગા ઇવેન્ટમાં પ્રધાનમંત્રી શ્રી વર્ચ્યુઅલ જોડાશે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના વિજયનગર આર્ટસ કોલેજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. 

      આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સકસેનાએ જણાવ્યું કે, આદિજાતિ વિસ્તારના વિકાસ માટે ધરતી આંબા અભિયાન ની શરૂઆત કરવામાં આવશે. જેમાં કેન્દ્ર સરકારના ૧૭ મંત્રાલયો દ્વારા ૨૫ જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવશે.જે અંતર્ગત સાબરકાંઠાના ૧૬૪ ગામોની પસંદગી કરવામાં આવી છે.

      વધુમાં તેમને ઉમેર્યું કે, આ ગામોમાં લાભાર્થીઓને પાક્કા મકાન, રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો લાભ, ઘર ઘર પાણી -વીજળી, મોબાઇલ આરોગ્યવાન, આયુષ્યમાન કાર્ડ ઉજ્જલા યોજના, શિક્ષણ માટે હોસ્ટેલની સુવિધા, પોષણ વાટિકા, દરેક ગામમાં ટેલીફોન, ઇન્ટરનેટ, ફાઇબર ઓપ્ટિકલની સુવિધા જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. રોજગાર માટે સ્કીલ ડેવલોપમેન્ટ, ફાર્મર વેલફેર, એફ. આર. સી., ફિશરિંગ, મરઘા પાલન, પશુપાલન, કેપેસિટી બિલ્ડીંગ વગેરે બાબતો ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે. 

    આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી એ ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને એક-બીજાના સંકલનમાં રહી સુપેરે કામગીરી પૂરી પાડવા માર્ગદર્શન આપ્યું હતું. 

     આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કે. પી. પાટીદાર સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score