જિલ્લામાં આગના બનાવો અટકાવવા જાહેર સ્થળોએ ફાયર સેફ્ટી ​ઉપકરણો ફરજીયાત*

*જિલ્લામાં આગના બનાવો અટકાવવા જાહેર સ્થળોએ ફાયર સેફ્ટી ​ઉપકરણો ફરજીયાત*

     ભૂતકાળમાં ટ્યુશન ક્લાસીસમાં ગંભીર આગના બનાવ બનેલ છે. જેની ગંભીરતા ને ધ્યાને લેતા સાબરકાંઠા જિલ્લામાં આવા આગના બનાવોથી જાનહાની ટાળવા અર્થે જિલ્લા મેજીસ્ટ્રેટ અને સમાહર્તાશ્રી ડૉ.રતનકંવર ગઢવીચારણને મળેલ સત્તાની રૂએ જાહેર સ્થળોએ ફાયર સેફ્ટી ઉપકરણો લગાડવા અને ફાયર ઓફિસર મારફતે ચેકીંગ અને ઓડિટ કરાવવાના રહેશે.

    જાહેર સ્થળોએ જરૂરી સુરક્ષા સંસાધનો અને અગ્નિશામક સુરક્ષાના “ના વાંધા પ્રમાણપત્ર” (NOC) સિવાય ચાલતી સંસ્થાઓના લીધે નાની ઉંમરના બાળકો,વિદ્યાર્થીઓ અત્યંત ભયજનક પરિસ્થિતિમાં મુકાય છે. આગને કારણે જાનહાનીના બનાવો બનતા હોય છે. જેમાં અમૂલ્ય માનવ જીવનને હાનિ પહોંચીતી હોય છે. આવા જાનહાનિના બનાવો સાબરકાંઠા જિલ્લામાંના બને તે માટે ” ના વાંધા પ્રમાણપત્ર ” (NOC) સિવાય ચાલતી સંસ્થાઓ તથા એસ.ટી સ્ટેન્ડ/રેલવે સ્ટેશન, મંદિરો, મસ્જિદો, હોસ્પિટલો, એ.ટી.એમ સેન્ટરો, મલ્ટીપ્લેક્ષ, થિયેટરો, કોમર્શિયલ સેન્ટરો, શોપિંગ મોલ, પ્રાઇવેટ સ્કૂલ /કોલેજ, તમામ સરકારી ઓફિસ તથા સરકારી અધિકારી/કર્મચારીઓના રહેણાંક, હોટલો, રેસ્ટોરન્ટ, બહુમાળી ઇમારતો, બગીચાઓ, પાર્ટી પ્લોટ, કોમ્યુનીતિ હોલ, ટાઉન હોલ તથા મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય તેવી જાહેર જગ્યાઓ ઉપર ફાયર સેફ્ટી ઉપકારણો લગાડવા તેમજ સમયાંતરે ફાયર ઓફિસર મારફતે ચેકીંગ તથા ઓડિટ કરાવવાના રહેશે.

   આ હુકમ તા. ૨૨/૧૨/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score