જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્માનો ધોરણ 6 થી 12 ગુણોત્સવ યોજાયો


સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્માનો ગુણોત્સવ અંતર્ગત નિરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં
યોગાનુંયોગ આ શાળાના પૂર્વ વિદ્યાર્થી એવા શ્રી ભવદીપભાઈ ડાભી દ્વારા વહીવટી, શૈક્ષણિક તેમજ અન્ય કામગીરી ચકાસવામાં આવી હતી. સવારે પ્રાર્થના સભામાં સુપરવાઇઝર શ્રી આર.પી.વાલાએ પરિચય આપ્યો અને આચાર્યશ્રી સુરેશ કુમાર એસ. પટેલે સોલ અને મોમેન્ટોથી સન્માન કરેલ. જેના પ્રત્યુતરમાં શ્રી ભવદીપભાઈએ જણાવેલ કે જે શાળામાં શાળાની પ્રથમ સાયન્સ બેચમાં હું ભણ્યો છું અને એજ શાળાનું નિરીક્ષણ કરવાનો મને લાભ મળ્યો છે તે મારું ગૌરવ અને સદભાગ્ય સમજુ છું. આજે હું લાગણીવશ છું પરંતુ આ મારી માતૃશાળાને ક્યારેય ભૂલી શકાય તેમ નથી તેમ કહી અને શાળા પ્રત્યેના જુના સંસ્મરણો યાદ કર્યા હતા. શાળાના તમામ પ્રકાર ની ગતિવિધિઓ ચકાસીને શ્રી ભવદીપભાઈએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આભાર દર્શન શ્રી અજીતસિંહ દેવડાએ કરેલ.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score