*જ્યોતિ વિદ્યાલય જળ એજ જીવન કાર્યશાળા યોજાયેલ*ઘ
સંત શ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર ના ઉપક્રમે એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ *જળ એજ જીવન.* જળ સ્ત્રોત બચાવવા માટેની સજાગતા અંતર્ગત એક દિવસ નો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં વન ચેતના કેન્દ્રના શ્રી રમેશભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા અને જળ સ્ત્રોતનું કઈ રીતે જતન કરવું જોઈએ. જળ સ્ત્રોત હશે તો જ પૃથ્વી ઉપરનું માનવ જીવન, જળચર જીવન શક્ય બનશે. જે અંગે વિસ્તૃત સમજ આપી હતી. ભાગ લેનાર સૌ બાળકોને પ્રમાણપત્રો આપવામાં આવેલ. આ પ્રસંગે શાળા ના આચાર્યશ્રી સુરેશકુમાર એસ પટેલ સુપરવાઇઝર શ્રી આર પી વાલા સાયન્સ વિભાગના યોગેન્દ્રભાઈ પંડ્યા રાજેન્દ્રસિંહ દેવડા જીતેન્દ્રભાઈ પટેલ તથા માધ્યમિક વિભાગમાંથી જનકભાઈ ઠાકર, એસ.પી પટેલ, સુરેશ પટેલ, અજીતસિંહ દેવડા, પ્રજ્ઞાબેન પટેલ, ભાનુબેન ડામોર કેનાબેન નાઈ, હિરલ સુતરીયા ચિરાગ પટેલ ઉપસ્થિત, રહ્યા હતા. આભાર દર્શન તાનસિંગ પરમાર એ કરેલ.