તાલુકાના ગ્રામીણ લોકોમાં ગ્રામ્ય પાણી વિતરણ વ્યવસ્થાના સંચાલન માટે જાગૃતિ કેવી

અરવલીની ગિરીમાળાઓથી ઘેરાયેલ સાબરકાંઠા જીલ્લામાં કુલ ૦૮ તાલુકા આવેલ છે. જે પૈકી ખેડબ્રહ્મા તાલુકો અરવલ્લી ગીરીમાળાથી ઘેરાયેલ છે. તાલુકાના મોટાભાગના ગામો આદિજાતિ વિસ્તાર ધરાવે છે. ગામની અંદર પીવાના પાણીની વાત કરવામાં આવે તો લોકો હેન્ડપંપ અને માલીકીના કૂવાથી પીવાનું પાણી મેળવતા હતા જેમાં ઉનાળાની ઋતુમાં પીવાના પાણી માટે દૂર દૂર પાણી લેવા માટે જવું પડતું હતું. આમ જોવા જઈએ તો પીવાના પાણીની ઘણીજ મુશ્કેલી પડતી હતી અને ગામના સરપંચશ્રી / સભ્ય સચિવશ્રીઓ દ્વારા જાણવા મળેલ છે કે લોકો પીવાના પાણી માટે લોકો ખુબજ વલખાં મારતા હતા. જેથી ગામના લોકોને ખુબજ તકલીફ રહેતી હતી. આ તાલુકાના ગામોમાં ઘેર ઘેર કનેક્શનથી પાણી આવ્યુ તે પહેલા ગામની કેવી વિકટ પરિસ્થિતિ હતી પીવાના પાણી માટે ગામ લોકો ખાનગી ખેતરના કુવાથી ખાનગી બોર તથા હેન્ડપંપથી પાણી લાવતા હતા. ગામોને પીવાના પાણીની ખુબજ મુશ્કેલી હતી. ઉનાળા દરમ્યાન ખુબજ વિકટ સમસ્યા સર્જાતી હતી. ગામના લોકોને પીવાનું પાણી ભરવા દુર દુર હેન્ડપંપ પર પાણી લેવા માટે જવુ પડતુ જેથી લોકોનો સમય ખાસ કરીને પીવાનું પાણી લેવામાં જતો. જેથી ગામ લોકો ખેતી કે અન્ય પ્રવ્રુત્તીમાં સમય ન આપી શકતા.

જીલ્લાના વાસ્મો_ કોરટીમ સભ્યો દ્વારા તાલુકાના કુલ ૫૫ ગામોમાં જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય પાણી વિતરણ વ્યવસ્થાનું સર્વે કરી ગામ લોકોને પીવાનુ પાણી મળી રહે તેવુ સુચારૂ આયોજન કરવામાં આવ્યુ. તાલુકાના ગામોમાં લોકજાગ્રૂતિ અને લોકભાગીદારી થકી ગામોમાં પીવાના પાણીનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો. જેમાં તાલુકાના મોટાભાગના ગામોમાં ખેડબ્રહ્મા ભાગ-૨ જૂથ યોજના (ધરોઈ આધારીત) દ્વારા ગામોમાં પાણી પુરવઠા બોર્ડના જાહેર આરોગ્ય સુખાકારી વિભાગ દ્વારા ગામના પાદર શુધી પાણી પહોચાડવામાં આવ્યુ અને ત્યાર બાદ ગામના પાદરથી ગામના દરેક ફળીયા, ઘરોમાં નલ સે જલ પહોચાડવામાં આવેલ છે અને આજે તાલુકાના ગામોને નલ સે જલ ઉપલ્બ્ધ થઈ રહ્યુ છે. જેમાં ગામના પાણી ઓપરેટરો દ્વારા ગામોને નિયમીત શુધ્ધ પાણી પહોચાડવામાં આવી રહ્યુ છે. અને જ્યાં સુધિ ગામોમાં લોકભાગીદારી અને લોક સક્રિયતા જળવાઈ રહેશે ત્યાં સુધી ગામોમાં પીવાના પાણી બાબતે કોઈજ પ્રશ્ન ઉભો નહિ થાય. આમ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જલ જીવન મિશન કાર્યક્રમ થકી લોકો લાભાંવિત થઈ રહ્યા છે. જેમાં તાલુકાના સેંબલીયા, તાંદલીયા, દામાવાસ, નવા મોટા, ભૂતિયા, સિતોલ, વાલારણ, બાંડીયાનું તળાવ,કરૂંડા, અંબાઈગઢા, વિખરણ, પઢારા, જાડી સેંબલ, નાકા, રતનપુર, ખેરોજ જેવા અન્ય કેટલાય ગામોમાં લોકોને પીવાના પાણી અંગે લોકોની પીવાના પાણીની સમસ્યાઓનુ નિવારણ આવ્યુ છે. અને વાસ્મો દ્વારા જે ગ્રામ્ય પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તે ખુબજ સુચારૂ અને સુવ્યવસ્થિત છે.

      આમ તાલુકાના ગ્રામીણ લોકોમાં ગ્રામ્ય પાણી વિતરણ વ્યવસ્થાના સંચાલન માટે જાગૃતિ કેવી છે તેઓ પાણીના સ્રોતોની સ્થિતિ વિશે કેટલા સજાગ છે

 

અને તે પ્રમાણે પોતાને ઢાળવા માટે કેટલા સંવેદનશીલ બન્યા છે તે જાણવું પણ અગત્યનો મુદ્દો બની જાય છે. કેમ કે પાણીની હાલની સમસ્યાનો સમાધાન મળવો જ પૂરતો નથી પણ ભવિષ્યમાં પાણી પહેલા પાળ બાંધી શકાય તે હેતુથી તે લોકોનો મનોવલણ અને પ્રયાસોની દિશા સમજવી ખૂબ જ જરૂરી છે. તેમજ આ તમામ ગામોની ગ્રામ પંચાયતો દ્વારા ગ્રામ્ય પેય જળ યોજનાઓની યોગ્ય રીતે મરામત નિભાવણી થાય તે ખુબજ જરૂરી છે.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score