સ્થળ ઉપર લારી વાળાનું કાયમી દબાણ કોની રહેમ નજર હેઠળ થઈ રહ્યુ છે
સાબરકાંઠા જીલ્લા કલેક્ટર દ્વારા સ્ટેટ હાઇવે રોડ આસપાસના દબાણ હટાવવા માટે એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી નગરપાલિકા ચીફ ઓફિસર ટીમ આરએમબી વિભાગની ટીમ મામલતદાર કચેરી ટીમ એચડીએમ કચેરીની ટીમ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર તેમજ હાઇવે પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ આ વિસ્તારોમાં દબાણો હટવા બાબતની તો ચર્ચાઓ ઠીક છે પરંતુ હાઇવે પર કેટલાક ખાણી પીણી ની લારીઓ ઓ સ્થાનિક દબાણ કરી બેઠા હોય તેવું આ તસવીરમાં જણાઈ રહી છે રાત્રે મોડી સુધી ચાલુ રહેતી લારીઓ અહીં જ મૂકી સવારે ફરીથી રાબેતા મુજબ ધમધમતી જોવા મળી રહી છે અને રોડ પર આવતા જતા ગ્રાહકોની ભારે ભીડ જમા થતા સાંજના સમયે ભારે ટ્રાફિકજામ થતા હોય તેવા દ્રશ્યો અહીંયા પણ જોવા મળતા હોય છે સત્વરે આ દબાણોનો નિકાલ કરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠવા પામી છે
Author: Najar News
Post Views: 157