દામાવાસની શ્રી એન પી ધોળુ જ્ઞાનતીર્થ વિદ્યાલયમાં નેત્ર રોગ નિદાન – સારવાર કેમ્પ યોજાયો
ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસકંપા ખાતે આવેલ શ્રી એન પી ધોળુ જ્ઞાનતીર્થ વિદ્યાલયમાં જન સેવા એ જ પ્રભુ સેવાના ધ્યેય સાથે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ આયોજિત વિના મૂલ્યે નેત્ર રોગ નિદાન – સારવાર કેમ્પ 21 ફેબ્રુઆરી ના રોજ યોજવામાં આવ્યો. જેમાં દામાવાસ તેમજ આસપાસના ગામડાઓમાંથી જરૂરિયાતમંદ લોકોએ મોટી સંખ્યામાં લાભ મેળવ્યો હતો. કુલ ૬૬૫ દર્દીઓની તપાસ કરવામાં આવી. જેમાં ૪૫૨ ચશ્માના દર્દીઓ અને ૫૪ દર્દીઓને મોતિયાના ઓપરેશન અર્થે ઈડર ખાતે રીફર કરવામાં આવ્યા હતા સર્જન ફાઉન્ડેશન અમદાવાદ તેમજ આ કેમ્પના આયોજક અશોકભાઈ પરમાર અને તેમની ડોક્ટર્સ સાથેની સમગ્ર ટીમનો નિર્મળ હ્રદય સારસ્વત મંડળ,દામાવાસ તેમજ વિદ્યાલયના આચાર્ય જે કે કુંપાવત અને શાળા પરિવારે સેવા કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.