*દિવ્યાંગજનો માટે કુત્રીમ પગ, કેલીપર્સ મેળવવા માટે એસેસમેન્ટ કેમ્પ*
શ્રી સોમનાથ ટ્રસ્ટ (ગીર સોમનાથ), ભગવાન મહાવિર દિવ્યાંગ સહાયતા સમિતિ તથા જિલ્લા વહીવટી તંત્ર, સાબરકાંઠાના સંયુકત ઉપક્રમે સાબરકાંઠા જિલ્લાના પગની શારિરીક દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને કુત્રિમ પગ અને કેલીપર્સ આપવા માટેના એસેસમેન્ટ કેમ્પ (મૂલ્યાંકન શિબિર) નું આયોજન તારીખ ૨૧/૦૮/૨૪ થી તારીખ ૨૫/૦૮/૨૪ સુધી સાબરકાંઠા જિલ્લાના વિવિધ સ્થળોએ કરવામાં આવેલ છે. જેમાં કુત્રિમ પગ અને કેલીપર્સ મેળવવા માંગતા દિવ્યાંગ વ્યક્તિઓને હાજર રહેવા અનુરોધ કરવામાં આવે છે.
તાલુકાનું નામ -પ્રાંતિજ,તલોદ
તા.-૨૧/૦૮/૨૦૨૪, કેમ્પનું સ્થળ:શેઠ પી એન્ડ આર હાઇસ્કુલ, પ્રાંતિજ, સમય :૯.૦૦ કલાક થી. હિંમતનગર તા.૨૨/૦૮/૨૦૨૪ બહેરા-મુંગા બાળકોની શાળા, મોતીપુરા, હિંમતનગર ૦૯.૦૦ કલાક થી. ખેડબ્રહ્મા અને પોશીના તા.૨૩/૦૮/૨૦૨૪
બી.આર.સી ભવન, ખેડબ્રહ્મા
૦૯.૦૦ કલાક થી. વિજયનગર તા.
૨૪/૦૮/૨૦૨૪ તાલુકા પંચાયત હોલ, વિજયનગર ૧૦.૦૦ કલાક થી.
ઇડર અને વડાલી તાલુકાનો કેમ્પ તા. ૨૫/૦૮/૨૦૨૪ સ્થળ રેલ્વે સ્ટેશન પ્રા શાળા, જલારામ મંદિર પાસે, ઇડર
૦૯.૦૦ કલાક થી
એસેસમેન્ટ સમયે સાથે લાવવાના ડોક્યુમેન્ટ*
(૧) દિવ્યાંગતા અંગેનું ડૉક્ટરી પ્રમાણપત્રની નકલ
(૨) આધારકાર્ડની નકલ
(૩) પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક કરો
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બી બ્લોક,ભોંયતળિયે, બહુમાળી ભવન હિંમતનગર, સાબરકાંઠા,
ફોન નં — 02772 241598 સંપર્ક કરવા સમાજ સુરક્ષા અધિકારી ની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.