ધર્મ ગુરુ આચાર્ય શ્રી મહા શ્રમણજીના સાનીધ્ય મા નિયમો સેવારત એવા મહિલા ના મરણ બાદ ચક્ષુદાન કરવામાં આવ્યું
ચક્ષુદાન મહાદાન આંખ.
અંધકારમય જીવન જીવનારને રોશની આપી હતી આ પરિવાર દ્વારા
ખેડબ્રહ્મા શહેરમાં રાજસ્થાન ના મેવાડ થી આવી વસવાટ કરતા પરિવાર ની દીકરા વહુ મહિલા તારીખ 9 /9 /2024 ના રોજ સુરત મુકામે પોતાના પરિવારની દીકરીને ત્યાં પજુસણ પર્વ ના પારણા નિમિત્તે ગયેલ હતા અને ગુરુ શ્રી મહાશ્રમણના સાનિધ્યમાં સેવારત હતા ત્યારે આ દીકરીના પારણા પ્રસંગે રાત્રે રાખેલા ભક્તી સંગીત સંધ્યા કાર્યક્રમ માં બેઠા હતા તે દરમિયાન અચાનક ખુરશી પરથી ઢળી પડ્યા હતા અને તેઓને તાત્કાલિક ધોરણે સુરતની મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ સુરત સ્થાનિક તેરાપંથ યુવક પરિષદ ને જાણ થતા તેઓએ પ્રેરણા આપી હતી અને આ પરિવારને સહર્ષ ચક્ષુ દાન કરવા માટે પ્રેરિત કર્યા હતા આ પરિવાર આ કાર્યમાં જોડાઈ પ્રેરણા રૂપ બન્યું હતું અને આ પરિવારના મરણ જનાર શાંતાબેન વિનોદકુમાર પીતલિયા દ્વારા ચક્ષુ દાન કરી સમાજ ને નવી રાહ ચિંધી હતી તો તારીખ 22/09/24 ના રોજ ચક્ષુદાન કરનાર મહિલાની અર્બુદા સમાજ વાડી ખાતે સ્મૂર્તિ સભા યોજાઈ હતિ જેમાં તાલુકા ના વેપારીઓ અગ્રણીઓ અને સમાજના આગેવાનો અને સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા