આખરે કોન્ટ્રાક્ટરોનુ પાપ છાપરે ચઢી પોકારી ઉઠ્યુ
દ્વારા નલ સે જળ યોજનાના ભ્રષ્ટાચાર ના વિરુદ્ધમાં પ્રાંત ઓફિસર
ને આવેદનપત્ર આપવામાં આવ્યું
ખેડબ્રહ્મા પોશીના વિજયનગર તાલુકાના ગામડાઓમાં નલ સે જળ યોજનાનું વ્યાપક ભ્રષ્ટાચાર ના વિરોધમાં આજરોજ સર્કિટ હાઉસ થી રેલી સ્વરૂપે નાયબ કલેકટર કચેરીએ પહોંચી ખેડબ્રહ્મા પોશીના વિજયનગર કોંગ્રેસ ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી દ્વારા પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકામાં નળ તો લાગ્યા પણ પાણી ન આવ્યું અમુક જગ્યાએ પાઇપલાઇન લગાવવામાં આવી પણ નળ લગાવવામાં નથી આવ્યા આંઘળો ભ્રષ્ટાચાર દેખાતા
અને કરેલ કામો ની પોલ છતી થતા
સરકારશ્રીની આંખો ખોલવા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સહીત માટલા લઈને બહેનો આ રેલીમાં ઉમટી પડી હતી અને જો સરકારશ્રી અમારી આ માંગણી પૂરી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું ધારાસભ્યશ્રી દ્વારા અને ત્રણે તાલુકાઓ પ્રમુખ અને શહેર પ્રમુખ દ્વારા ચીમકી ઉચ્ચારી જણાવવામાં આવ્યું હતું તેમાં ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકાના પાણી ના મળતા ઉગ્ર જનતામાં રોષ જોવા મળ્યો હતો અને બહેનો દ્વારા માટલા ઓ ફોડવામાં આવ્યા હતા અને હાય રે સરકાર હાય હાય ના નારા લગાવવામાં આવ્યા હતા
હવે ખરેખર એ જોવું રહ્યું કે ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તારોમાં પાણી મળશે કે કેમ