એ.સી.બી. ની સફળ ટ્રેપ
એક જાગૃત નાગરીક એ કરેલ ફરીયાદ ના આધારે
આરોપી
(૧) વિપુલ શાર્દૂળભાઈ ઓળકીયા
અનાર્મ Police Constable, પંચાયત પોલીસ ચોકી , યુનિવર્સિટી પોલીસ સ્ટેશન , રાજકોટ શહેર.
(૨) ભાવીનભાઈ મગનભાઈ રુઘાણી
ખાનગી વ્યકતી.
ગુન્હો બન્યા તારીખ:- ૫/૦૮/૨૦૨૪
લાંચની માંગણીની રકમ:- ૨૫,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ:- ૨૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:- ૨૫,૦૦૦/-
ટ્રેપ નું સ્થળ :-
પંચાયત પોલીસ ચોકી
સાધુ વાસવાણી રોડ , રાજકોટ.
આ કામના ફરીયાદી વિરુદ્ધ પંચાયત ચોકી , યુનિવર્સિટી પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે અરજી થયેલ ,જે અરજી કામે આ કામના આક્ષેપીત નં(૧) નાઓએ આ ફરિયાદીને અરજી કામે પોલીસ ચોકી બોલાવેલ અને આ કામના આક્ષેપીત નં(૧) નાઓએ આક્ષેપીત નં(૨)નાઓની હાજરીમાં ફરિયાદી પાસે આ અરજી તપાસમાં હેરાન પરેશાન નહીં કરવાનાં અવેજ પેટે ગેરકાયદેસર રુપયા ૨૫૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને આ લાંચ ની રકમ આક્ષેપીત (૨) મારફતે આપી જવા જણાવેલ.જે ગેરકાયદેસર લાંચની રકમ આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીનાઓએ ટોલ ફ્રી હેલ્પલાઈન મારફત જામનગર એસીબીનો સંપર્ક કરેલ , ફરિયાદીની ફરિયાદ આધાર ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિતે (૧) તથા આક્ષેપીત (૨) નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રુ. ૨૫,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી રૂ.૨૫,૦૦૦/- લાંચના નાણાં સ્વીકારી બન્ને સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ ઓફીસર:- આર.એન.વિરાણી
પોલીસ ઈન્સપેકટર જામનગર એસીબી પોલીસ સ્ટેશન.
સુપરવિઝન ઓફીસર
શ્રી કે.એચ.ગોહિલ
ઈ.ચા મદદનીશ નિયામક,
એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.