પોશીના અને ખેડબ્રહ્મા તાલુકામાં સસ્તા અનાજની દુકાનદારોને કોન્ટ્રાક્ટર દ્વારા પહોંચાડવામાં આવતા અનાજમાં ધટ આવે છે તેનો જવાબદાર કોણ ઘટ કેમ આવે છે માલ ક્યા જાય છે ???
ગુજરાત રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી અને ગરીબ મધ્યમ વર્ગ સુધી અનાજ પહોંચે તેવા ઉમદા અભિગમ અને હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાના વાહનોની અંદર અનાજ સસ્તા અનાજની દુકાને પહોંચાડતા હોય છે ત્યારે આ દુકાન સુધી પહોંચતા માલમાં 500 ગ્રામ અથવા એક કિલોની ઘટ પર કટ્ટા એ આવતી હોય છે તો દુકાનદારો બંધ મોઢે સહન કરી કરી થાકી ગયા છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગોડાઉન પરથી પુરતો જથ્થો અપાય છે તો આ દુકાનદારોને ઓછો માલ આપવામાં આવે છે ?તે ખરેખર માલ ક્યાં જાય છે ક્યા? તે એક તપાસ નો વિષય બનવા પામ્યો છે જ્યારે અંતરિયાળ વિસ્તારોમાં મજબૂરન દુકાનદારો કોન્ટ્રાક્ટર પાસેથી ગાડીમાંથી આ ઓછો માલ ઉતારવા મજબૂર બન્યા છે ખરેખર પોશીના તાલુકા તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં સસ્તા અનાજની દુકાનદારો ને માલસામાન પહોચાડતા કોન્ટ્રાક્ટરો ને બ્લેક લિસ્ટ કરવા મા આવે તેવુ દુકાનદારો અને પર્જા ઇચ્છી રહી છે