ફાયર. એન ઓ સી લેવા માટે આવેલા અરજદાર પાસે 30000 લાંચ માગી આખરે સપડાયા

એ.સી.બી. સફળ ટ્રેપ કેસ 

ફરીયાદી :-

એક જાગૃત નાગરીક.

આરોપી :- કૌશીક પીપરોતર

સેલ્સ એકસીક્યુટીવ , સ્પેસીફીક ફાયર પ્રોટેક્શન લીમીટેડ. ખાનગી વ્યકતી.

 

લાંચની માંગણીની રકમ :- 

રૂા. ૩૦,૦૦૦/- 

 

લાંચની સ્વીકારેલી રકમ :- 

રૂા. ૩૦,૦૦૦/-

 

લાંચની રીકવર કરેલ રકમ :-

રૂા. ૩૦,૦૦૦/-

 

ગુનાની તારીખ :-  

તા. ૧૮/૧૦/ર૦ર૪

 

ટ્રેપનું સ્થળ :-   

મોમાઈ ચા સેન્ટર , નાણાવટી ચોક , રાજકોટ શહેર.

 

ટુંક વિગત :-

આ કામના ફરિયાદીને પ્રોપર્ટી એક્સપો ૨૦૨૪ માટે ટેમ્પરરી ડોમનું નિર્માણ કરવાનું હોય જે માટે તેમને ફાયર એનઓસી મેળવવી જરૂરી હોય તે માટે આ કામ ના આક્ષેપીતે ફરિયાદીનો સંપર્ક કરી જણાવેલ કે પોતાની રાજકોટ ફાયર વિભાગ માં એનઓસી એપ્રુવ કરનારા અઘીકારીઓ સાથે સંબઘ છે અને ફરિયાદીને જો એનઓસી મંજૂર કરાવવી હોય તો તેણે કાયદેસરની ફી ઉપરાંત ૩૦,૦૦૦/- પોતાને ચુકવવા પડશે જેથી તે રાજકોટ કોર્પોરેશન ના ફાયર વિભાગ મા નાણાકીય વ્યવહાર કરી આ કામ કરાવી આપશે . જે લાંચની રકમ આ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ એસીબી નો સંપર્ક કરતા આ કામે ફરિયાદી ની ફરિયાદ આધારે ગોઠવાયેલા લાંચના છટકા દરમ્યાન સરકારી કામ કરાવવાના અવેજ પેટે આ કામના ફરીયાદી પાસે રૂ.૩૦,૦૦૦/- ની ગેરકાયદેસર માંગણી કરેલ લાંચના નાણાં સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

 

નોંધ :-

આક્ષેપિતને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

ટ્રેપીંગ અધિકારીશ્રી :-   

શ્રી આર એન વિરાણી 

પો.ઇન્સ.એ.સી.બી.જામનગર 

 

સુપરવીઝન અધિકારીશ્રી :-

શ્રી કે.એચ.ગોહિલ

ઈ.ચા મદદનીશ નિયામક,  

એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score