ફિલ્મી ઢબે પીછો કરી.ખેડબ્રહ્મા પોલીસે શીલવાડ ગામ પાસે થી 152740 નો દારૂ પકડ્યો

ફિલ્મી.ઢબે પીછો કરી ખેડબ્રહ્મા પોલીસે શીલવાડ પાસે થી 152740 નો દારૂ પકડ્યો 

 ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા પોલીસ દારૂબંધી માટે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી આઈ ટેવેન્ટીમાં દારૂ ભરી ખેડબ્રહ્મા તરફ આવી રહી છે તે આધારે પોલીસે દેરોલ ત્રણ રસ્તા પાસે પોલીસે ગાડી રોકવા પ્રયત્ન કરતા ગાડીના ચાલકે પોતાની કબજાની ગાડી ભગાવી મુકતા 

પોલીસે પીછો કરતા ગાડી શીલવાડ પુલ તરફ જતા સામેથી આવતી પિકઅપ જીપ નંબર GJ 17 C 0414 ની સામે આવતા તેને ટક્કર મારતા ગાડી ચાલક પોતાની ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો જેથી પોલીસે ગાડી મા તપાસ કરતા ભારતીય બનાવતનો વિદેશી દારૂની જુદીજુદી બોટલ કુલ નંગ 1100 કિંમત રૂપિયા 152740 તથા નમ્બર વગરની ગાડી 300000 મળી કુલ કિંમત 452740 નો મુદામાલ કબજે કરી આઈ ટ્વેંટીના અજાણ્યા ચાલક વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

 

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score