ફુડ ઇસ્પેક્ટર વતી મેડિકલ સ્ટોરના માલિક પાસે આઠ હજાર લાંચ લેતો વચેટીયો પકડાયો જાગૃત નાગરીક ની ફરીયાદ ના આધારે
આરોપી મનીષકુમાર હસમુખલાલ ઠકકર (ખાનગી વ્યકિત) ધંધો-દવાનો વેપાર (દિપક મેડીકલ સ્ટોર) રહે.૫-બી, આતીર્થ એપાર્ટમેન્ટ, હિરાબાગ રેલ્વે ક્રોસીંગ, આંબાવાડી, અમદાવાદ.
*ગુનો બન્યા તારીખ:*
તા.૩૦/૦૭/૨૦૨૪.
લાંચની માંગણીની રકમ:*
રૂ.૮,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ*
રૂ.૮,૦૦૦/-
રીકવર કરેલ રકમ:*
રૂ.૮,૦૦૦/-
બનાવનું સ્થળ:*
દિપક મેડીકલ સ્ટોર, પહેલા માળે, ડોકટર હાઉસ, પરીમલ ગાર્ડન, એલીસબ્રીજ, અમદાવાદ.
ટૂંક વિગત:*
આ કામના ફરીયાદીશ્રી મેડીકલ સ્ટોર ધરાવે છે અને આ કામના ફરીયાદીની ફરીયાદ મુજબ ફુડ ઇન્સપેકટર શ્રી મહેશભાઈ બક્ષી સાહેબ અવાર-નવાર ઇન્સપેકશન માટે ફરીયાદીના મેડીકલ સ્ટોર ઉપર આવતા હોય છે. તેમજ વારે-તહેવારે ફરીયાદી જોડે પૈસાની માંગણી કરી પૈસા પડાવતા હોય છે ગઈ તા.૨૨/૦૭/૨૦૨૪ ના રોજ ફરીયાદીના સ્ટોર ઉપર આવી નાંણાની વાતચીત કરી સદર નાણાં મનીષભાઈ ઠકકર (ખાનગી વ્યકિત) ને આપી દેવા જણાવેલ અને જો તેઓ માગે તે મુજબ પૈસા ફરીયાદી ન આપે તો ખોટી રીતે હેરાન કરી ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ ફરીયાદીશ્રીની દુકાન ઉપર ખોટી નોટીસ લગાવી દેવાની ગર્ભિત ધમકીઓ આપતા હોઈ, તેમના વતી આરોપી મનીષભાઇ (ખાનગી વ્યક્તિ) એ નાણાં રૂપિયા આઠ હજારની માંગણી કરેલ હોઈ, જે ફરીયાદીશ્રી લાંચની રકમ આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવતા આજરોજ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી નાણા રૂ.૮,૦૦૦/- ની લાંચ બક્ષી સાહેબ વતી આરોપી મનીષભાઈ, દિપક મેડીકલ સ્ટોરના માલિક એલીસબ્રીજ નાઓએ સ્વીકારી છટકા દરમ્યાન સ્થળ પર પકડાઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબત.
*ટ્રેપીંગ ઓફીસર*
શ્રી ડી.બી.મહેતા
પોલીસ ઇન્સપેકટર ફિલ્ડ-૩ (ઈન્ટે.વીંગ)
એ.સી.બી.અમદાવાદ (ગુ.રા)
*મદદમાં*
શ્રી એન.બી.સોલંકી
પોલીસ ઇન્સપેકટર, ફિલ્ડ-૨
એ.સી.બી.અમદાવાદ (ગુ.રા)
*સુપરવિઝન ઓફીસર*
શ્રી એ.વી.પટેલ
મદદનીશ નિયામક
ફિલ્ડ-૩ (ઈન્ટે.વીંગ)
એ.સી.બી.અમદાવાદ (ગુ.રા)