બનાસકાંઠા જિલ્લાને લઈ સૌથી મોટી ખબર સામે આવી રહી છે. ગુજરાત રાજ્યને વધુ એક જિલ્લો મળશે. જી હા..

 બનાસકાંઠા જિલ્લાને લઈ સૌથી મોટા સમાચા સામે આવી રહી છે.

ગુજરાત રાજ્યને વધુ એક જિલ્લો મળશે. ?જી હા..બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પડશે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બે જિલ્લા બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી આ અંગે સત્તાવાર જાહેરાત કરશે. સૂત્રો જણાવી રહ્યા છે કે કેબિનેટ બેઠકમાં બે જિલ્લા બાબતે મંજૂરી અપાઈ છે. હવે મુખ્યમંત્રી કક્ષાએ આખરી જાહેરાત થશે. 8 અને 6 એમ તાલુકાનું વિભાજન થશે. બનાસકાંઠા સાથે 8 અને નવા બનનારા જિલ્લા સાથે 6 તાલુકા જોડવામાં આવશે.
ગાંધીનગર ખાતે નવા વર્ષે યોજાયેલ કેબિનેટ બેઠકથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતને વધુ એક જિલ્લો મળી શકે છે. ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા અંગે ચર્ચા થઈ છે. કેબિનેટ બેઠકમાં જિલ્લાના બે ભાગ કરવા અંગે ચર્ચા થયા બાદ હવે મુખ્યમંત્રી કક્ષાએથી જાહેરાત કરવામાં આવી શકે છે.
મહત્વનું છે કે, ઉત્તર ગુજરાતના સૌથી મોટા બનાસકાંઠા જિલ્લાના વિભાજનની વાતને લઇ હવે રાજકારણ ગરમાયું હતું. વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાતમાં બીજા સૌથી મોટા બનાસકાંઠા જિલ્લાનું વિભાગજન કરી વધુ એક જિલ્લાની માગ ઉઠી હતી. જો કે આ માગ ઘણા વર્ષોથી થઈ રહી હતી. બનાસકાંઠાના પશ્ચિમ વિસ્તારનું વિભાજન કરીને નવો ઓગડ જિલ્લો બનાવવા માગ થઈ રહી હતી. આ ઓગડ જિલ્લાનું વડુમથક દિયોદર બનાવવામાં આવે તેવી માગણી સ્થાનિક લોકોની સાથે રાજકીય નેતાઓ કરી રહ્યા હતા.
નવા ઓગડ જિલ્લા માટે દિયોદરમાં એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5 તાલુકાના ભાજપ, કોંગ્રેસના રાજકીય આગેવાનોની સાથે સ્થાનિક વેપારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દિયોદરના પૂર્વ રાજવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સંકલન બેઠકમાં સર્વ સંમત્તિથી ઓગડ જિલ્લાની માગ અને દિયોદરને વડુમથક બનાવવા ઠરાવ કરવામાં આવ્યો હતો. સાથે જ તમામ આગેવાનોએ સાથે મળીને ગુમાનસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી.
અગાઉ તાજેતરમાં જિલ્લાના પશ્ચિમ વિસ્તારના વિભાજનને લઈ દિયોદરને જિલ્લા મથક બનાવી ઓગડ જિલ્લો બનાવવામાં આવે તેવી માંગ સાથે આજે દિયોદર ખાતે દિયોદર સહિત આસપાસના 5 તાલુકાના ભાજપ કોંગ્રેસના રાજકીય તેમજ સામાજિક આગેવાનો, વેપારી આગેવાનોની સહીત લોકોની દિયોદરના રાજવીની ઉપસ્થિતિમાં સૂચિત ઓગડજિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં ઓગડ જિલ્લા કોઓર્ડીનેશન કમિટીની રચના કરાઈ અને એક સૂરે તમામ લોકોએ દિયોદરને જિલ્લા મથક બનાવવા માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આજની રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં આગામી બજેટની તૈયારી અને બજેટ સત્રની ચર્ચા અને ટેકાના ભાવે મગફળીની ખરીદીની સમીક્ષા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ સાથે ગણતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમો અંગે ચર્ચા થઈ હતી.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score