*ગુજરાતમાં દારૂના ધંધાથી બુટલેગરો માટે નવા કાયદાની કલમ 111 મુજબ કાયદાનો ગાળિયો કસાયો*
*હવે બુટલેગરોને પણ ગેંગસ્ટરોની જેમ નવા કાયદા BNS ની કલમ હેઠળ આજીવન જેલમાં ધકેલી શકાશે!*
*ગુજરાતમાં દારૂ મોકલનાર રાજસ્થાન ઉદેપુરના બુટલેગર મુકેશ ડાંગી સામે ઓર્ગેનાઈઝડ ક્રાઈમની કલમ હેઠળ અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાવતી સ્ટેટ મોનિટરિંગ સેલ*
*ગુજરાતમાં પહેલીવાર આ ગુનો નોંધાયો છે : DIG નિર્લિપ્ત રાય*
*અગાઉ ઈન્ડિયન પિનલ કોડમાં આવી કોઈ જોગવાઈ નહોતી*
*BNS ( ભારતીય ન્યાય સંહીતા ) માં નવી કલમ હેઠળ કાર્યવાહી થતા હવે બૂટલેગરોને પણ ગેંગસ્ટરની જેમ આજીવન જેલમાં ધકેલી શકાશે*
કાયદા પ્રમાણે પ્રતિબંધીત વસ્તુની હેરાફેરીમાં દસ વર્ષની અંદર એક કરતા વધારે ચાર્જશીટ થઈ હોય છતાં આરોપી તે જ કૃત્ય ફરી કરે તો ઓર્ગેનાઈઝડ ક્રાઈમ હેઠળ કાર્યવાહીનો નવો કાયદો પરવાનગી આપે છે*
જેનો આ કેસમાં ઉપયોગ કરવામાં આવ્યો છે*