બેંક ઓફ બરોડા શાખા ના અધિકારી 20,000 ની લાંચ લેતા ઝડપાયા

એસીબી એ કરી સફળ ટ્રેપ

 એક જાગૃત નાગરીક ની ફરીયાદ ના આધારે

આ કામ ના આરોપી

મહેન્દ્રકુમાર શિવરામ જાટવ, 

બેંક ઓફ બરોડા 

સંતરામપુર શાખા, 

બેન્ક ઓફીસર સ્કેલ-૨,  

હાલ રહે,  

ભાવેશભાઈ ની ફેક્ટરી પાસે ગોધરા રોડ,

તા- સંતરામપુર જી-મહીસાગર 

લાંચની માંગણીની રકમ:રૂ.૨૦,૦૦૦/- 

લાંચની સ્વીકારેલ રકમ: રૂ.૨૦,૦૦૦/-

ટ્રેપની તારીખ: તા.૧૦/૧૦/૨૦૨૪

ટ્રેપનું સ્થળ:મોજે – 

ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની બાજુમાં

 

આ ફરીયાદ ની ટુંકી વિગત:

            આ કામના ફરિયાદીશ્રી પેન્શનર હોય અને ફરીયાદીશ્રીની પેન્શનલોન બેન્ક ઓફ બરોડા સંતરામપુર શાખામાંથી મંજુર કરાવવા સારૂ આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ.૨૦,૦૦૦/- લાંચની માંગણી કરેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીશ્રીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતા ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચ-૧ ની હાજરીમા સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score