રિપોર્ટર રમેશ વૈષ્ણવ
ખેડબ્રહ્મા તાલુકા અને શહેર ભાજપ સંગઠન દ્રારા આજે ખેડબ્રહ્મા નગરપાલિકાના સ્વામિ વિવેકાનંદ હોલમાં ખાતે સ્વ.અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની ઉજવણી કરવામાં
આવી હતી. ભાજપ શહેર તેમજ તાલુકા નવીન પ્રમુખ ને આવકારવામાં આવ્યા
આજરોજ સ્વામી વિવેકાનંદ હોલ ખાતે ભાજપ સંગઠન દ્વારા સ્વ.વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જી નથી જન્મજયંતિ નિમિત્તે ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત અને પદાધિકારીઓએ ફુલહાર અપઁણ કરીને યાદ કયાઁ હતા.
જ્યારે સાબરકાંઠા જીલ્લા સંગઠનના પદાધિકારીઓએ સ્વ.વાજપેયીજીની જીવનગાથા વણઁવી હતી અને તેમના વિચારો અને કમઁશીલ કામને અનુસરવાની વાત કરી હતી.
તાજેતરમાં ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખોની નિમણુક કરાઈ હતી જેમાં ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ તરીકે બ્રિજેશ નારાયણદાસ બારોટ અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે હિતેષભાઈ મહેન્દ્રભાઈ પટેલની નિમણુક કરાતાં બંને પ્રમુખોનો સન્માન કાયઁક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ બ્રિજેશ બારોટ તથા તાલુકા પ્રમુખ હિતેષભાઈ પટેલને ને પૂર્વ પ્રમુખ તથા મહામંત્રીઓ અને મહીલા મોરચાની બહેનોએ આવકાયાઁ હતા. તેજ ક્રમમાં શહેર અને તાલુકાના ભાજપના કાયઁકરોએ બુકે, ફુલહાર તથા શાલ ઓઢાડીને નવ નિયુક્ત પ્રમુખ બ્રિજેશ બારોટ તથા હિતેષ પટેલનુ સન્માન કયુઁ હતુ. જ્યારે ટ્રમ પૂરી થતાં પૂર્વ પ્રમુખોને પણ સાલ મુમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા