અરવલ્લી જીલ્લાના ભિલોડા પો.સ્ટે.ના ધાડ તથા લુંટના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપી પકડી પાડવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લાના વધુમાં વધુ નાસતા ફરતા આરોપી પકડી પાડવા સૂચના કરેલ. જે સુચના અન્વયે પો.ઇન્સ.એસ.ઓ.જી,સાબરકાંઠા નાઓની સુચના મુજબ એસ.ઓ.જી.સ્ટાફના માણસો હિંમતનગર બી ડીવિઝન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન અ.હે.કોન્સ.ભાવિનકુમાર રસિકલાલ બ.નં- ૪૮૧ તથા આ પો.કોન્સ ભાવેશકુમાર પશાભાઈ બ.નં-૯૦ નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકિક્ત અન્વયે અરવલ્લી જીલ્લાના ભિલોડા પો.સ્ટે. પાર્ટ એ.ગુ.ર.નં- ૧૧૧૮૮૦૦૩૨૪૦ ૫૩૬/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૩૦૯ (૬),૧૪૦ (૨),૧૧૫ (૨) ૬૧,૩૧૦(૨) જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબના ધાડ તથા લુંટના ગુનાના નાસતા ફરતા આરોપી (૧) વિક્રમસિંહ કડવુસિંહ મકવાણા તથા (૨) મનહરસિંહ કડવુસિંહ મકવાણા બન્ને રહે. વાવડી, તા. હિંમતનગર જી. સાબરકાંઠાવાળા હિંમતનગર બસ સ્ટેશન આગળ રોડ ઉપરથી મળી આવતાં સદબી બન્ને આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫ (૧) (જે)મુજબ ડીટેઇન કરી આગળની કાર્યવાહી સારુ હિંમતનગર બી ડીવિજન પો.સ્ટે સુપરત કરવામાં આવેલ
આ કેશ દરમિયાન કામગીરી કરનાર કર્મચારી-
અ.હે.કોન્સ.ભાવિનકુમાર, આ.હે.કોન્સ. કિરીટસિંહ, આ પો.કોન્સ. ભાવેશકુમાર, અ.પો.કોન્સ. પંકજકુમાર